Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Lok Sabha Election: લોકસભા ચૂંટણીમાં મતદાન માટે ઓળખકાર્ડ-EPIC ઉપરાંત આ 12 દસ્તાવેજો માન્ય રહેશે

Gujarat Lok Sabha Election: લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 (Lok Sabha Election 2024) તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન (Voting) માટે અન્ય ૧૨...
10:57 PM Mar 22, 2024 IST | Aviraj Bagda
Lok Sabha Election 2024

Gujarat Lok Sabha Election: લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 (Lok Sabha Election 2024) તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન (Voting) માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.

5 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

રાજ્યની ૨૬ લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા ૦૫ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ (Election Commission) ની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર (Voters) ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ (Election Commission) દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

રજૂ કરવામાં આવતા ઓળખપત્રની યાદી

આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે. જે રજૂ કરી મતદાન (Voting) કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત "અસલ પાસપોર્ટ" રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Idar Dowry Case: ઈડરમાં મહિલાને ત્રાસ આપી રૂ.10 લાખનું દહેજ માંગતા પાંચ વિરૂધ્ધ નોંધાય ફરીયાદ

આ પણ વાંચો: Idar District News: ઈડરમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીની તબિયત લથડતા મોત નિપજયું

આ પણ વાંચો: Gujarat First EXCLUSIVE : ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર! આણંદ બેઠકને લઈને સૌથી મોટો ખુલાસો

Tags :
GujaratGujarat ElectionGujarat Lok Sabha ElectionGujaratFirstLok Sabha Election 2024lok-sabhavotersVoting
Next Article