Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First reality check : જીવનાં જોખમે શિક્ષણ! વિવિધ જિલ્લાઓમાં ચોંકાવનારી સ્થિતિ

રાજ્યભરમાં ઉનાળુ વેકેશન (summer vacation) બાદ આજથી શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. શાળાઓ ખુલતાની સાથે જ અમદાવાદ (Ahmedabad), સુરત, રાજકોટ (Rajkot), જામનગર અને વડોદરામાં (Vadodara) ગુજરાત ફર્સ્ટે દ્વારા રિયાલિટી ચેક (Gujarat First reality check) હાથ ધર્યુ હતું. પહેલા જ...
gujarat first reality check   જીવનાં જોખમે શિક્ષણ  વિવિધ જિલ્લાઓમાં ચોંકાવનારી સ્થિતિ

રાજ્યભરમાં ઉનાળુ વેકેશન (summer vacation) બાદ આજથી શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. શાળાઓ ખુલતાની સાથે જ અમદાવાદ (Ahmedabad), સુરત, રાજકોટ (Rajkot), જામનગર અને વડોદરામાં (Vadodara) ગુજરાત ફર્સ્ટે દ્વારા રિયાલિટી ચેક (Gujarat First reality check) હાથ ધર્યુ હતું. પહેલા જ દિવસે જ સ્કૂલવાનમાં નિયમોનો ઉલાળિયો કરાયો હોય તેવા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા છે. મોટાભાગની સ્કૂલ વાન અને રિક્ષામાં સકરારી ગાઇડલાઇન અને નિયમોમું ઘોર ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ વાન અને રિક્ષામાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવા, CNG ગેસની બોટલ પર પણ વિદ્યાર્થીઓને બેસાડાયા હતા. સાથે જ માટોભાગની સ્કૂલ વાન, રિક્ષામાં સુરક્ષાના સાધનો ન હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે જો કોઇ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ રહેશે ? જીવનાં જોખમે બાળકોને શિક્ષણ કેમ ? તેવા સવાલો થઈ રહ્યા છે.

Advertisement

સ્કૂલ રિક્ષા-વાનમાં સરકારી નિયમોનું ઘોર ઉલ્લંઘન

આજથી રાજ્યભરમાં ઉનાળું વેકેશન (summer vacation) પૂર્ણ થતાં શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રિલાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, વડોદરા (Vadodara), જામનગર, રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓમાં ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર્સ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને લઈ આવતી સ્કૂલ વાન અને રિક્ષાની સાચી સ્થિતિ જાણવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન, ગુજરાત ફર્સ્ટના કેમેરામાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. તમામ જગ્યાએ મોટા ભાગની સ્કૂલ રિક્ષા અને સ્કૂલવાનમાં સરકારી ગાઇડલાઇન અને નિયમોનું ઘોર ઉલ્લંઘન જોવા મળ્યું હતું. શિક્ષણ બોર્ડે એક રિક્ષામાં 6 વિદ્યાર્થીને બેસાડવાની મંજૂરી આપી છે, છતાં કેટલાક રિક્ષાચાલકો દ્વારા ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓને બસાડ્યા હતા. જો કે, ગુજરાત ફર્સ્ટના કેમેરાને જોઈ કેટલાક રિક્ષાચાલકો વિદ્યાર્થીઓને સ્કૂલથી દૂર ઉતારીને ભાગ્યા હતા.

સ્કૂલ વાનમાં CNG ગેસની બોટલ પર પાટ્યુ મૂકીને વિદ્યાર્થીઓને બેસાડ્યા

અમદાવાદમાં (Ahmedabad) મિર્ઝાપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે કરાયેલ રિયાલિટી ચેકમાં ગુજરાત ફર્સ્ટના કેમેરામાં (Gujarat First reality check) રિક્ષાચાલકોની મનમાનીના દ્રશ્યો કેદ થયા હતા. જો કે, મીડિયાને જોઈ સ્કૂલથી 200 મીટર દૂર વિદ્યાર્થીઓને ઉતરીને રિક્ષાચાલકો ભાગ્યા હતા. રાજકોટમાં 3 સ્કૂલ વાહનોની ચકાસણીમાં નિયમ કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જો કે, પાસિંગ કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડવાની પરવાનગી હોવાનો ડ્રાઈવરોએ દાવો કર્યો હતો. સ્કૂલ વાનમાં CNG ગેસની બોટલ પર પાટ્યુ મૂકીને વિદ્યાર્થીઓને બેસાડાવામાં આવ્યા હતા. સુરત, જામનગર (Jamnagar) અને વડોદરામાં પણ સ્કૂલ વાન અને રિક્ષામાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા. સ્કૂલ વાન અને રિક્ષામાં ફાયર સેફ્ટી (fire safety) સહિતના સાધનો પણ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જો કોઈ હોનારત થાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે ?

Advertisement

Advertisement

આ પણ વાંચો - ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કરી મહત્વની જાહેરાત

આ પણ વાંચો - PGVCL Scam : વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં PGVCL એક્શન મોડમાં, કરી આ મોટી કાર્યવાહી

આ પણ વાંચો - GST સેવા કેન્દ્રો શરૂ થયા બાદ અરજીઓમાં સરેરાશ 25 ટકા સુધી ઘટાડો

Tags :
Advertisement

.