ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat First at Ayodhya : હજારો દીવડાથી ઝળહળી ઊઠ્યો સરયુ નદીનો કિનારો, ચારેકોર ભક્તિનો માહોલ

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. જાહેર માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધરાયું છે. સાથે જ રોડ-રસ્તાનું રિપેરિંગ કામ પણ થઈ રહ્યું છે. ઉપરાંત, બહારથી આવતા...
09:37 PM Jan 16, 2024 IST | Vipul Sen

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. જાહેર માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધરાયું છે. સાથે જ રોડ-રસ્તાનું રિપેરિંગ કામ પણ થઈ રહ્યું છે. ઉપરાંત, બહારથી આવતા પ્રવાસીઓ માટે રહેવા અને ભોજનની યોગ્ય વ્યવસ્થા થાય તે માટે પણ કામગીરી ચાલી રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈ અયોધ્યા સહિત સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે દર્શકો અયોધ્યામાં ચાલી રહેલી તૈયારીઓ અને ત્યાંના માહોલને લાઇવ જોઈ શકે તે માટે ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First at Ayodhya) પણ અયોધ્યા પહોંચી છે.

આજથી અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરની (Ram Mandir) તમામ વિધિઓની શરુઆત કરવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટની ટીમ પણ હાલ અયોધ્યામાં છે. દરમિયાન ગુજરાત ફર્સ્ટ સરયુ નદીના કિનારે (Gujarat First at Ayodhya) પહોંચ્યું હતું. સરયુ નદીની સંધ્યા આરતી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આરતી સમયે સરયુ નદીના (Sarayu River) કાંઠે લોકોએ હજારો દિવડા પ્રગટાવ્યા હતા. દીવડાના પ્રકાશથી સરયુ નદીનો કિનારો ઝળહળી ઊઠ્યો હતો. ચારેયકોર ભક્તિનો માહોલ છવાયો હતો. લોકો રામભક્તિમાં લીન થયા હતા. ભક્તોમાં ભારે ખૂશી જોવા મળી રહી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાત ફર્સ્ટ રામલ્લાની ભક્તિના રંગમાં રંગાયું

500 વર્ષના સંઘર્ષ બાદ મૂળ સ્થાને રામલ્લાનું ભવ્યાતિભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઊજવાશે. આ મહોત્સવ નિમિત્તે રામ મંદિરમાં વિવિધ અનુષ્ઠાન થઈ રહ્યા છે. 16 તારીખથી એટલે કે આજથી તમામ વિધિઓની શરૂઆત થઈ ગઈ છે. રામભક્તો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાન રામને આવકારવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે ગુજરાત ફર્સ્ટ પણ તેના દર્શકો માટે અયોધ્યા પહોંચ્યું છે (Gujarat First at Ayodhya) અને ત્યાંની પળે પળની રિપોર્ટ પોતાના દર્શકો માટે ઉપલબ્ધ કરવા સતત પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો - Surat : રાંદેર પોલીસનો માનવીય અભિગમ, ઉત્તરાયણના દિવસે ભોજન મૂકીને બે પોલીસકર્મી બાળકીને લોહી આપવા પહોંચ્યા

Tags :
AyodhyaGujarat FirstGujarati NewsRam Mandir Pran Pratishtha MohotsavSarayu RiverSarju RiverUttar Pradesh
Next Article