Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Board Exams : આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ

Gujarat Board Exams : આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો (Gujarat Board Exams)પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે ગૂજરાત બોર્ડની પરીક્ષા માટે 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે બોર્ડની પરીક્ષાના પેપરો રાજ્યના તમામ જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં મોકલી...
gujarat board exams   આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ

Gujarat Board Exams : આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો (Gujarat Board Exams)પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે ગૂજરાત બોર્ડની પરીક્ષા માટે 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે બોર્ડની પરીક્ષાના પેપરો રાજ્યના તમામ જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓ, પોલીસ તંત્ર, એસટી નિગમ અને આરોગ્ય વિભાગ સહિત અંદાજે 1 લાખ જેટલા અધિકારી-કર્મચારીઓને જોડવામાં આવ્યાં છે. બોર્ડની પરીક્ષાઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ લેવામાં આવશે.

Advertisement

ગુજરાતમાં 10માની પરીક્ષા રાજ્યના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર લેવાશે. જ્યારે 12માં કોમર્સ અને સાયન્સની પરીક્ષા રાજ્યના 56 ઝોનના 663 કેન્દ્રો પર લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા બોર્ડ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર તેમની બેઠક વ્યવસ્થા જોવાની પરવાનગી આપે છે. આજે વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને તેમની બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય તો હેલ્પલાઈન નંબર 1095 પરથી મદદ લઈ શકાશે.

Advertisement

Advertisement

તમામ પરીક્ષા કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ 
ગુજરાતમાં 10માની પરીક્ષા રાજ્યના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર લેવાશે. જ્યારે 12માં કોમર્સ અને સાયન્સની પરીક્ષા રાજ્યના 56 ઝોનના 663 કેન્દ્રો પર લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા બોર્ડ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર તેમની બેઠક વ્યવસ્થા જોવાની પરવાનગી આપે છે. આજે વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને તેમની બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની મળીને કુલ 6.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોરણ ૧૦ અને ૧૨ની આજ થી શરુ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં બેસનારા ગુજરાતના તમામ  વિદ્યાર્થીઓને  પરિક્ષામાં  સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું છે કે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષા સફળતા અને સિદ્ધિ મેળવવા માટેનો અવસર બની જશે. તમે બધા બોર્ડની પરીક્ષામાં સારુ પર્ફોર્મ કરો. આગળ ઉચ્ચ કારકિર્દી તમારી રાહ જોઇ રહી છે. આ અમૃતકાળ વિદ્યાર્થીઓના સપના સાકાર કરવાનો અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમકાળ બને એવી શુભકામના પણ મુખ્યમંત્રીએ આપી.

એકપણ પરીક્ષા કેન્દ્ર વર્ગ-1 કે 2ના અધિકારી વિના નહીં હોય

બોર્ડની પરીક્ષા અન્વયે તમામ જિલ્લા કલેક્ટર દ્વારા તેમના તાબા હેઠળના જિલ્લામાં ફરજ બજાવતા વર્ગ-1 અને 2ના અધિકારીઓને પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવાની ડયૂટી સોંપાઈ છે. એટલે કે, પરીક્ષા દરમિયાન એકપણ કેન્દ્ર એવું નહીં હોય કે, જ્યાં વર્ગ-1 અને 2ના અધિકારીની ઉપસ્થિતિ ના હોય. રાજ્યમાં 666 જેટલા સંવેદનશીલ કેન્દ્રો છે. બોર્ડ દ્વારા સ્ક્વોડની કુલ 85 ટીમ બનાવવામાં આવી છે.

અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 246 વિદ્યાર્થીઓને રાઇટર ફાળવાયા

સોમવારથી શરૂ થતી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળી કુલ 246 વિદ્યાર્થીઓને રાઈટરની મદદ અપાઈ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કે જેમને રાઈટર મળ્યા છે તે દિવ્યાંગ હોવાનું જાણવા મળે છે. જ્યારે બીમારી કે અકસ્માત સહિતના કિસ્સામાં સિવિલ સર્જનના સર્ટિફિકેટના આધારે રાઇટર ફળવવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 194 રાઇટરની મંજૂરી આપી છે, જેમાં ધોરણ 10ના 101, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 89 અને સાયન્સના 4 મળી કુલ 93 વિદ્યાર્થીઓને રાઈટરની ફળવણી કરી છે. અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10ના 32 અને ધોરણ-12ના 20 વિદ્યાર્થીઓને રાઇટર ફળવાયા છે.

આ  પણ  વાંચો - છોટાઉદેપુર : રાજ્યભરમાં આવતી કાલથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શૂરું

આ  પણ  વાંચો - Palanpur School: ભવિષ્યની ભાવિ પેઢી બિસ્માર શિક્ષણ મંદિરમાં કરી રહી છે અભ્યાસ

Tags :
Advertisement

.