GSSSB Clerk Recruitment : ગૌણ સેવા મંડળે મોકૂફ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર
GSSSB Clerk Recruitment : ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેના કારણે ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB Clerk Recruitment) દ્વારા પરીક્ષામાં પાછળની તારીખ મકુક (Postponed Examination) રાખવામાં આવેલી હતી. પરંતુ હવે તેની તારીખ આવી ગઈ છે જે પાંચમા મહિના (મે મહિનો)ની 11,13,14,16 અને 17 તેમજ 20 તારીખના રોજ ચાર શિફ્ટમાં આયોજન કરવામાં આવેલી છે અને આ તારીખમાં પરીક્ષા આપી રહેલા તમામ ઉમેદવારોએ તારીખ 8 મે 2024 સુધી પોતાના નવા કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. તમને જણાવી દઈએ કે તારીખ 20,21,27 અને 28 એપ્રિલ તથા 4,5 મેના રોજ જે પરીક્ષા લેવામાં આવતી હતી તે મોકૂફ રાખવામાં આવી હતી.
મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા કાર્યક્રમ જાહેર
ગૌણ સેવાએ મોકૂફ (Postponed Examination) રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત કરતા જણાવ્યું છે કે,જાહેરાત ક્રમાંક 212/202324, ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 01-04-2024ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. અગાઉ તારીખ 19-04-2024ના રોજ જણાવ્યા મુજબ પરીક્ષા કાર્યક્રમની તા.20,21,27,28 એપ્રિલ 2024 અને તારીખ 4,5 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલી હતી. જ્યારે તા. 08-05-2024 અને તા.09-05-2024ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલો છે.
પ્રિય ઉમેદવાર મિત્રો,
જા. ક્ર. 212/2023-24 ની મોકૂફ રાખવામાં આવેલી CCE ની પરીક્ષાનુ તા. 11/5, 13/5, 14/5, 16/5, 17/05 અને 20/5 ના રોજ 4 શીફ્ટમાં આયોજન કરવામાં આવેલ છે. તમામ નવા કોલલેટર તા. 8/5/2024 ના રોજ થી ડાઉનલોડ કરવાના રહેશે. આ અંગે GSSSB website પર જણાવવામા આવશે.— HASMUKH PATEL (@HHPATELGSSSB) April 29, 2024
કુલ 5,554 જગ્યાઓ માટે ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5,554 જગ્યાઓ પર સીધી ભરતીની માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે. આ માટે ઉમેદવારો પાસેથી 4 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેની CCEની પરીક્ષા ચાર સેશનમાં CBRT પદ્ધતિથી આયોજન કરવામાં આવી છે.
આ પણ વાંચો - VADODARA : પ્રથમ વખતના મતદારો એવા 1082 યુવાનોની “ચુનાવ દૂત” તરીકે પસંદગી
આ પણ વાંચો - Vapi :….. તો શું આ વખતે પણ જીત પાક્કી…?
આ પણ વાંચો - STATUE OF UNITY માં સપ્તાહના અંતે ઉમેરાશે નવલું નજરાણું