Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GSEB HSC Result: ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામો જાહેર કરાશે

GSEB HSC Result: દેશમાં વિવિધ રાજ્યોમાં ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. તેના અંતર્ગત ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં બોર્ડના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ...
09:21 PM May 08, 2024 IST | Aviraj Bagda
GSEB HSC Result 2024

GSEB HSC Result: દેશમાં વિવિધ રાજ્યોમાં ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. તેના અંતર્ગત ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં બોર્ડના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામોની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે માર્ચ 2024 માં લેવામાં આવેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ 12 , વિજ્ઞાન પ્રવાહ (GSEB HSC 12th Science), સામાન્ય પ્રવાહ અને કોમર્સનું પરિણામ આવતી કાલે તા. 9.05.2024 ના રોજ સવારના 9.00 કલાકે જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: Surendranagar Murder: સગીરાને ઘરેથી ભગાડી જનાર યુવકની શંકાસ્પદ સળગેલી લાશ નદી કાંઠે મળી

સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ

ગુજરાત બોર્ડની પરીક્ષા (HSC Result 2024 Date) નું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે. આ વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓએ પોતાના બેઠક ક્રમાંક નાખીને પોતાનું પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે.

આ પણ વાંચો: Saurashtra Earthquake: ભર ઉનાળે ગીર-સોમનાથમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા

વિદ્યાર્થીઓને માર્કશીટ માટે એક દિવસ રાહ જોવી પડશે

પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓના રિઝલ્ટ (HSC Result 2024 Date) અને પ્રમાણપત્રો અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, ઓફિસ ચકાસણી, નામ સુધાર, ગુણ તૂટ, અસ્વીકાર અને પરીક્ષામાં ફેરહાજરી થવા માટેની જરુરી સૂચનાઓ સાથેનો પરિપત્ર, હવે પછીથી જાહેર કરવામાં આવશે. તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

આ પણ વાંચો: Bharuch બેઠક પર મામા-ભાણેજ વચ્ચે કાંટાની ટક્કર

Tags :
Board Examboard exam 2024commerceGandhinagarGSEBGSEB HSCGSEB HSC ResultGSEB HSC Result 2024GujaratGujaratFirstSchoolScienceStudents
Next Article