GSEB Board Exams 2024 : પરીક્ષાર્થીઓ સાંભળો...પરીક્ષા સમયે ટ્રાફિકમાં ફસાઓ તો આ હેલ્પલાઇન નં. પર કરો કોલ
રાજ્યમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાના (GSEB Board Exams 2024) આડે હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ (Surat traffic police) દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં અટવાશે તો ટ્રાફિક પોલીસ તેની મદદ કરશે. આ માટે ટ્રાફિક શાખાના સર્કલ વાઈઝ ત્રણ-ત્રણ ટીમ તૈયાર કરાશે અને પરીક્ષા શરૂ થાય ત્યારે અને છૂટવાના સમયે અધિકારીઓ પેટ્રોલિંગ કરશે. આ માટે ટ્રાફિક હેલ્પલાઈન નં. 7434095555 પર પણ સંપર્ક કરી શકાશે.
સુરતમાં (Surat) બોર્ડની પરીક્ષાને (GSEB Board Exams 2024) લઈને શહેર ટ્રાફિક પોલીસ એલર્ટ મોડ પર છે. બોર્ડની પરીક્ષા દરમિયાન સેન્ટર સુધી પહોંચવામાં પરીક્ષાર્થીને કોઈ સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક પોલીસ મદદ કરશે. જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા અન્ય કારણોસર પરીક્ષા કેન્દ્ર સુધી ન પહોંચી શકતો હોય તો તેની મદદ સુરત ટ્રાફિક પોલીસ (Surat traffic police) દ્વારા કરવામાં આવશે. આ અંગે સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી અમિતા વાનાનીએ (Amita Vanani) માહિતી આપી હતી કે, બોર્ડનો પરીક્ષાર્થી પરીક્ષા સમયે ટ્રાફિકમાં અટવાશે તો ટ્રાફિક પોલીસ બાઈક પર સેન્ટર સુધી તેને પહોંચાડવામાં મદદ કરશે. પરીક્ષા શરૂ થાય ત્યારે અને છૂટવાના સમયે પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ કરશે.
સર્કલ વાઈઝ ત્રણ-ત્રણ ટીમો મળી કુલ 36 ટીમની ફાળવણી
તેમણે વધુમાં જણાવ્યું કે, ટ્રાફિક શાખાના સર્કલ વાઈઝ ત્રણ-ત્રણ ટીમો મળી કુલ 36 ટીમની ફાળવણી કરવામાં આવશે. શહેરમાં 12 સર્કલ અને 41 સેમી સર્કલ ખાતે પોલીસ તેનાત કરાશે. બોર્ડની પરીક્ષા દરમિયાન 12 પીઆઇ, 41 PSA-ASI અને 36 ટીમ બાઇક પર પેટ્રોલિંગ કરશે. ઉપરાંત, ટ્રાફિક પોલીસ દ્વારા એક હેલ્પલાઇન નંબર 7434095555 પણ જાહેર કરાયો છે, જેના પણ સંપર્ક કરીને પરીક્ષાર્થી મદદ મેળવી શકશે.
આ પણ વાંચો - VADODARA : મંગાવ્યો મોબાઇલ અને મળ્યો સાબુ..વાંચો અહેવાલ
આ પણ વાંચો - SindhuBhawan Road Accident : બેફામ આવતા કારચાલકે 18 વર્ષીય બાઈકચાલકને અડફેટે લેતા મોત
આ પણ વાંચો - Ahmedabad : ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલે ‘નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો