Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GPSC : સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSC નું વર્ષ 2024 નું ભરતી કેલેન્ડર જાહેર, જાણો વિગત

સરકારી નોકરી વાંચ્છુઓ માટે મોટા સમાચાર આવ્યા છે. બુધવારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) 2024નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ, ચાલુ વર્ષે 1625 જગ્યા પર ભરતી કરવામાં આવશે. સાથે જ વિવિધ 82 કેડરમાં ભરતી કરવામાં આવશે...
06:22 PM Jan 31, 2024 IST | Vipul Sen

સરકારી નોકરી વાંચ્છુઓ માટે મોટા સમાચાર આવ્યા છે. બુધવારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) 2024નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ, ચાલુ વર્ષે 1625 જગ્યા પર ભરતી કરવામાં આવશે. સાથે જ વિવિધ 82 કેડરમાં ભરતી કરવામાં આવશે એવી માહિતી મળી છે.

બુધવારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી/ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવતી ભરતી માટે વર્ષ 2024 નું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ, ચાલુ વર્ષે 1625 જગ્યા પર ભરતી કરવામાં આવશે. સાથે જ વર્ષ દરમિયાન વિવિધ 82 કેડરમાં ભરતી કરવામાં આવશે. માહિતી મુજબ, વર્ગ 1-2માં 164 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

GPSCનું વર્ષ 2024નું ભરતી કેલેન્ડર

કેલેન્ડર મુજબ, મદદનીશ ઇજનેર સિવિલની 100 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જ્યારે રાજ્ય વેરા નિરિક્ષક વર્ગ-3 માટે 573, વીમા તબીબી અધિકારી વર્ગ-2 માાટે 147 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવાર આ અંગેની વધુ માહિતી આયોગની આધિકારિક વેબસાઇટ https://gpsc.gujarat.gov.in અને https://gpscojas.gujarat.gov.in પરથી મેળવી શકે છે. આ સાથે ઉમેદવારોને આયોગની (GPSC) એન્ડ્રોઇડ પ્લેટફોર્મ આધારિત મોબાઇલ એપ્લિકેશન “GPSC (Official)'' નો ઉપયોગ કરવા પણ જણાવવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો - Rishikesh Patel : મંત્રી ઋષિકેશ પટેલે બજેટ સત્ર, બાળ મૃત્યુદર અને પોલીસ ભરતી અંગે આપી માહિતી, વાંચો અહેવાલ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GPSCGujarat FirstGujarat GovernmentGujarat Public Service CommissionGujarati NewsMedical Officer Class-2Recruitment Calendar 2024
Next Article