Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Government Job : સરકારી નોકરીને લઇને મહત્ત્વના સમાચાર, હસમુખ પટેલે સોશિયલ મીડિયા આપી આ માહિતી

સરકારી નોકરીની (Government Job) રાહ જોતા લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના (Panchayat Service Selection Board) હસમુખ પટેલે (Hasmukh Patel) મહત્ત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં તલાટી, જુનિયર કલાર્કની ખાલી જગ્યાની પ્રતિક્ષા યાદી...
09:56 AM Feb 08, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

સરકારી નોકરીની (Government Job) રાહ જોતા લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના (Panchayat Service Selection Board) હસમુખ પટેલે (Hasmukh Patel) મહત્ત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં તલાટી, જુનિયર કલાર્કની ખાલી જગ્યાની પ્રતિક્ષા યાદી બહાર પડાશે. સાથે જ પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી બહાર પડાશે.

પંચાયત સેવા પસંદગી બોર્ડના (Panchayat Service Selection Board) હસમુખ પટેલે (Hasmukh Patel) ટ્વીટ કરીને સરકારી નોકરીઓ અંગેની મહત્ત્વની વિગત શેર કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે, ટુંક સમયમાં તલાટી, જુનિયર કલાર્કની ખાલી જગ્યાની પ્રતિક્ષા યાદી બહાર પડાશે. સાથે જ તેમણે લખ્યું કે, પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી બહાર પડાશે. તેમણે ટ્વિટ કરી માહિતી આપી કે, ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે સાંજે બહાર પાડવામાં આવેલા લોકરક્ષક ભરતી નિયમો સૌની જાણ સારું આજે ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે.

'વનરક્ષકની પરીક્ષા માટે સૌ ઉમેદવારોને શુભેચ્છા'

સાથે જે તેમણે એવી પણ માહિતી આપી કે, પશુ નિરીક્ષકની ખાલી જગ્યાની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા પણ ચાલુ છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે ટ્વિટ કરી વનરક્ષકની પરીક્ષા માટે સૌ ઉમેદવારોને શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, 'આવતીકાલથી શરૂ થતી વનરક્ષકની પરીક્ષા માટે સૌ ઉમેદવારોને શુભેચ્છાઓ.'

 

આ પણ વાંચો - RAJKOT : કરોડોના ઓનલાઇન ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ બે મુખ્ય આરોપી ઝડપાયા, ગોવાના શખ્સનું નામ ખુલ્યું

Tags :
Government JobsGujarat FirstGujarati NewsHasmukh PatelHome DepartmentJunior Clerk vacanciesLok Rakshasa RecruitmentPanchayat Service Selection BoardTalati
Next Article