Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : ચડ્ડી-બનિયાનધારી ગેંગનો આતંક, એક સાથે 5 કારખાનામાં કરી ચોરી, CCTV માં થયા કેદ

ગોંડલ (Gondal) શહેર અને તાલુકામાં ચડ્ડી-બનિયાનધારી ગેંગે આંતક મચાવ્યો છે. શહેર અને તાલુકામાં અનેક નાની-મોટી ચોરીનાં બનાવો સામે આવ્યા છે. ત્યારે ફરી આજે ગોંડલ જામવાડી GIDC ખાડિયા વિસ્તારમાં આવેલ ઊર્જા- 5 માં પાંચ જેટલા કારખાનાં અને ગોડાઉનમાં ચોરીની ઘટના સામે...
gondal   ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક  એક સાથે 5 કારખાનામાં કરી ચોરી  cctv માં થયા કેદ

ગોંડલ (Gondal) શહેર અને તાલુકામાં ચડ્ડી-બનિયાનધારી ગેંગે આંતક મચાવ્યો છે. શહેર અને તાલુકામાં અનેક નાની-મોટી ચોરીનાં બનાવો સામે આવ્યા છે. ત્યારે ફરી આજે ગોંડલ જામવાડી GIDC ખાડિયા વિસ્તારમાં આવેલ ઊર્જા- 5 માં પાંચ જેટલા કારખાનાં અને ગોડાઉનમાં ચોરીની ઘટના સામે આવી છે. ચોરીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ચોરી કરવા આવેલ ચોરે નુકસાન વધુ કર્યું

ગોંડલ જામવાડી GIDC સામે (Gondal Jamwadi GIDC) આવેલ ખાડિયા વિસ્તારમાં ઊર્જા - 5 માં ગત મોડી રાત્રીના એક સાથે 5 જેટલા ગોડાઉન અને કારખાનામાં ચડ્ડી-બનિયાનધારી ગેંગના 5 જેટલા શખ્સોએ ચોરી કરી હતી, જેમાં ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ, સનલાઈટ એગ્રી, મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ, વિનાયક એન્ટરપ્રાઇઝ, કલ્પારીય રિસાયકલિંગ નામના કારખાનામાં ક્યાંક શટર, તિજોરી, ઓફિસના દરવાજા અને CCTV તોડીને નુકસાન કર્યું હતું. સાથે જ રોકડની ચોરી પણ કરી હતી. ચડ્ડી-બનિયાનધારી ગેંગના 5 શખ્સો CCTV માં કેદ થયા હતા. ચોરીની સમગ્ર ઘટનાને લઈને તાલુકા પોલીસ (Taluka Police) અને LCB બ્રાન્ચ ઘટના સ્થળે પોહચી CCTV આધારિત વધુ તપાસ હાથ ધરી હતી.

ચડ્ડી-બનિયાનધારી ગેંગેની પોલીસને ખુલ્લી ચેલેન્જ!

Advertisement

એક મહિના પહેલા આ જ વિસ્તાર માં ગોડાઉન માં તાળાં તૂટ્યા હતા

ખાડિયા વિસ્તારમાં આશરે એક મહિના પહેલા ચડ્ડી-બનિયાનધારી ગેંગે ચોરીની ઘટનાને અંજામ આપવા જતા હાથમાં કાજ લાગતા લોહી લુહાણ હાલતમાં એક શખ્સ ભાગી નીકળ્યો હતો. તે બનાવવામાં હજુ કોઈ ઝડપાયો નથી. ત્યાં ફરી ગોડાઉનના શટરો તૂટતા ઉદ્યોગપતિઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગોંડલ (Gondal) નવા માર્કેટિંગયાર્ડ પાછળ પણ આશરે એક મહિના પહેલા શ્રીજી રેસિડેન્સી અને અન્ય એક સોસાયટીમાં સહિત 3 જેટલા મકનોને ચડ્ડી-બનિયાનધારી ગેંગે (Chadi-Banyandhari Gang) નિશાન બનાવ્યા હતા. તે ઘટના CCTV માં કેદ થઈ હતી.

તાજેતરમાં 10 જેટલી પાણીની મોટરની ચોરી થઈ

તાજેતરમાં જ એક જ રાત્રીમાં 10 જેટલી મોટર ચોરી થઈ હોવાની ગોંડલના લીલાખાના ખેડૂત ઉદવહન સિંચાઈ મંડળીના (Khedut Udawahan Sinchai Mandal) ખેડૂતોએ પોલીસમાં અરજી કરી છે. અરજી મુજબ, ભાદર ડેમની નીચે લીલાખા (Lilakha) પાસે દેવળા રોડ પરના પુલ નજીકથી 10 જેટલી પાણીની મોટર ચોરીને ચોર નાસી છૂટ્યા છે. હાલની કિંમત પ્રમાણે આશરે 5 લાખના મુદામાલની ચોરી થઈ છે, જેમાં મોટર સાથે ઇલેક્ટ્રોનિક કેબલની ચોરી તેમ જ પાણીનાં પાઇપ કાપી નાખવામાં આવ્યા છે.

Advertisement

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Dahod : લ્યો બોલો… બુટલેગરની મદદ પોલીસ કરતી હતી ? Dy. SP ના ડ્રાઈવર ની અટકાયત

આ પણ વાંચો - Bharuch : સો. મીડિયાથી સંપર્કમાં આવ્યા, પ્રેમ થતાં સગીર કિશોરી સગીર પ્રેમી સાથે ભાગી, આ રીતે ઝડપાયા

આ પણ વાંચો - Gandhinagar : ગુજરાતનાં સહકાર વિભાગની અનોખી પહેલ- ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’

Tags :
Advertisement

.