GONDAL : સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાઈ
GONDAL : 21 જૂનના રોજ દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Day of Yoga) ની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ગોંડલ (GONDAL) તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી ગોંડલ પ્રાંત અધિકારી રાહુલ ગમારા ની અધ્યક્ષતામાં ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ધોળકિયા ઈન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થીનીઓ દ્વારા યોગ વિશે નૃત્ય કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
વિવિધ આસનો કરાવવામાં આવ્યા
સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં વિશાળ જનમેદની વચ્ચે ગોકુલ નેચર ક્યોર સેન્ટર - ગોમટા ના ટ્રેનરો દ્વારા સૌ પ્રથમ પ્રાર્થના કરી ત્યારબાદ યોગાના વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા. આ તકે પ્રાંતઅધિકારી રાહુલ ગમારા, DYSP કે.જી. ઝાલા, નગરપાલિકા ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, સીટી મામલતદાર ડી.ડી.ભટ્ટ, તાલુકા મામલતદાર આર.બી. ડોડીયા, તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. ઉકવાલા, બ્લોક હેલ્થ ઓફિસર જી. પી. ગોયલ તેમજ રાજકીય આગેવાનો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ, સામાજીક સંસ્થાના આગેવાનો, બ્રહ્માકુમારીઝના બહેનો, પોલીસ કર્મચારીઓ, નગર પાલિકા સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહી યોગ કર્યા હતા.
1500 થી વધુ લોકોએ યોગ કર્યા હતા
તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજરોજ દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી શહેરના સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આશરે 1500 થી પણ વધુ યુવાનો, મહિલાઓ, વૃધ્ધો, બાળકો, વિવિધ શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગા કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નાયબ મામલતદાર મનીષભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યો હતો.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો -- DGP : ચાલુ વર્ષે પ્રથમ વખત DG કપમાં યોગનો સમાવેશ થશે