Gondal Sex Racket: ભરૂચના બરાનપુરા વિસ્તારમાં ઘરમાં ચાલતા દેહ વ્યાપારથી સ્થાનિકો પરેશાન
Gondal Sex Racket: ભરૂચમાં શહેરમાં રહેણાંક વિસ્તારમાં ચાલત દેહના વ્યાપારનો મોટો ઘટસ્ફોટ થયો છે. દેહ વ્યાપારની હાટડીથી આસપાસના રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ વારંવાર પોલીસને જાણ કરવા છતાં મામલાના નજરઅંદાજ કરવામાં આવતો હતો. ત્યારે મીડિયાની મદદ લઈને સ્ટિંગ ઓપરેશન ચલાવી ન્યાયની પુકાર કરવામાં આવી છે.
- રહેણાંક વિસ્તારમાં ખૂલેઆમ દેહ વ્યાપાર કરાતો
- સ્ટિંગ ઓપરેશનનો વીડિયો પોલીસને સોંપાયો
- પોલીસે ગ્રાહકો સાથે આરોપીઓ ઝડપયા
ત્યારે 5 દિવસ પહેલા સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી મીડિયાના એક કર્મીને ડમી ગ્રાહક બનાવીને દેહ વ્યાપાર ચાલતા મકાનમાં મોકવામાં આવ્યા હતા. તે પછી સૌ પ્રથમ મીડિયા કર્મીએ દેહ વ્યાપાર કરતી વ્યક્તિ સાથે વાતચીત કરીને ડિજિટલ રીતે પૈસા ચૂકવ્યા હતા. ત્યાર બાદ સુવિધાઓ અંગે જાણ કરવામાં આવી હતી.
સ્ટિંગ ઓપરેશનનો વીડિયો પોલીસને સોંપાયો

Gondal Sex Racket
આ સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો બનાવવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ વીડિયો સ્થાનિક પોલીસને આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવુ સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ યોગ્ય પ્રતિક્રિયા ના મળતા આ વીડિયો જિલ્લા પોલીસ પ્રમુખ મયુર ચાવડા અને DYSP સી. કે. પટેલને મોકલી આપવામાં આવ્યો હતો.
પોલીસે ગ્રાહકો સાથે આરોપીઓ ઝડપયા
ત્યારે પોલીસ તુરંત દેહ વ્યાપાર કરતા મકાનમાં દરોડા પાડવમાં આવ્યા હતા. પોલીસે જ્યારે દરોડા પાડ્યા હતા, ત્યારે પોલીસે સેક્સ વર્કર સાથે ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. હાલ, પોલીસે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Gondal Financial Fraud: IAF ફાયનાન્સીંગ એપમાં ઉંચા વળતરની લાલચે પાંચ લોકોએ રૂ.10.91 લાખ ગુમાવ્યાં
આ પણ વાંચો: Amit Shah road show : ઘાટલોડિયા, સાબરમતીમાં વિશાળ જનમેદની, ઢોલ-નગારા, ગીત-સંગીત અને પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત