Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal News : તસ્કરોએ જેટકોના સ્ટોર યાર્ડમાંથી 790 કિલો વાયરની ચોરી કરી ફરાર

અહેવાલ -વિશ્વાસ  ભોજાણી -ગોંડલ    Gondal News :ગોંડલમાં (Gondal ) આવેલ જેટકોના સ્ટોર યાર્ડમાંથી 790 કિલો ક્ધડક્ટર વાયરની ચોરી કરી તસ્કર ફરાર થઈ જતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ફુટેજના આધારે તપાસ...
gondal news   તસ્કરોએ જેટકોના સ્ટોર યાર્ડમાંથી 790 કિલો વાયરની ચોરી કરી ફરાર

અહેવાલ -વિશ્વાસ  ભોજાણી -ગોંડલ 

Advertisement

Gondal News :ગોંડલમાં (Gondal ) આવેલ જેટકોના સ્ટોર યાર્ડમાંથી 790 કિલો ક્ધડક્ટર વાયરની ચોરી કરી તસ્કર ફરાર થઈ જતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

Advertisement

બનાવ અંગે ગોંડલ (Gondal ) માં દેવપરા શેરીમાં રહેતાં જાવેદભાઇ અમીનભાઈ ખાનાણીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોંડલમાં જેતપુર રોડ ઉપર આવેલ 220 કે.વી માં નાયબ ઇજનેર તરીકે નોકરી કરે છે. તેઓ મટીરીયલ રીસીવ તથા આપવાનું કામ કરે છે. તેમની મદદમાં અન્ય એન્જીનીયર અને હેલ્પર સાથે હોય છે. વર્ષ 2018 માં જામનગર ઇન્ટરનલ વિભાગમાંથી કુલ-6885 કીલો ગ્રામનુ ક્ધડકટર (વાયર) મળેલ હતો. જે સામાન જેતપુર રોડ આવેલ સ્ટોર યાર્ડમાં રાખેલ હતો, જ્યાં સુરક્ષામાં એક ગાર્ડ હોઇ છે.

Image preview

Advertisement

ગઇ તા.01/ ના તેઓને જયાં સ્ટોર આવેલ છે જેની ફરતી દીવાલ આવેલ હોઈ જયા રાખેલ આ મટીરીયલ્સ રાખેલ હતુ ત્યાથી વાયર ઢસડાયેલના નિશાનો દીવાલ તરફ જોવામાં આવતા સી.સી ટી.વી.માં ચેક કર લતા તા.27/12/2023 ના રાત્રીના નવ વાગ્યે અને તા.30/12/2023 ના રાત્રીના બાર વાગ્યાની આસપાસ બે શખ્સો કમ્પાઉન્ડમાં આવેલ હતા અને વાયર ઢસડીને દિવાલ કુદાવી લઇ જતા હતા.

અજાણ્યાં શખ્સો ચોરી ફરાર

જેથી ક્ધડકટર (વાયર) જોતા અમારા સ્ટોરમાંથી કુલ 6885 કિલોમાંથી 790 કીલો ગ્રામની વજનમાં ઘટ આવેલ જેથી સ્ટોરમાથી કુલ 790 કીલો અંદાજે રૂ.25 હજારનું ક્ધટકટર વાયર અજાણ્યાં શખ્સો ચોરી ફરાર થઇ જતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.

આ  પણ  વાંચો  - Gondal : ઘોઘાવદર રોડ પર કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.