Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal News: કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા કર્યો મોટો ખુલાસો

Gondal News: ગોંડલ નગરપાલિકામાં ડોર ટુ ડોર કલેક્શન કોન્ટ્રાક્ટનાં ટેન્ડર મુદ્દે સુરતનાં કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાએ ગોંડલ (Gondal) પોલીસમાં આપેલા નિવેદનમાં ગોંડલ (Gondal) કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા પર આરોપ લગાવ્યા હતા. પરંતુ...
gondal news  કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા કર્યો મોટો ખુલાસો

Gondal News: ગોંડલ નગરપાલિકામાં ડોર ટુ ડોર કલેક્શન કોન્ટ્રાક્ટનાં ટેન્ડર મુદ્દે સુરતનાં કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાએ ગોંડલ (Gondal) પોલીસમાં આપેલા નિવેદનમાં ગોંડલ (Gondal) કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા પર આરોપ લગાવ્યા હતા. પરંતુ  રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે બીપીનસિંહ પીલુદરીયાનાં આક્ષેપો વાહીયાત છે.

Advertisement

તેમના કહ્યાં પ્રમાણે રૂ.૧૨ કરોડ નું કોઈ ટેન્ડર જ નથી. અત્યાર સુધી નગરપાલિકાનો સેનીટેશન વિભાગ ટેક્ષની રકમથી ચાલતો હતો. સેનીટેશન વિભાગનાં ખર્ચની વ્યવસ્થા ભંડોળ માંથી કરાતી હતી. દર મહિને રૂપિયા 35 થી 40 લાખનો ખર્ચ થતો હતો રાજ્ય સરકારની 15 મી નાણાપંચની યોજના અંતર્ગત પાલિકામાં રકમ જમા થતા અને તેના અનુસંધાને શેની ટેશન વિભાગનાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

Advertisement

પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા

ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ રાઉન્ડ નક્કી કરવામાં આવે છે. તેના અંતર્ગત પહેલા રાઉન્ડમાં કંપની દ્વારા ટેન્ડર માટે અરજી નોંધવામાં આવે છે. બીજા રાઉન્ડમાં ડૉક્યુમેન્ટ માટે રાખવામાં આવેલો હોય છે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં સુરતના વેસ્ટ કોર્પોરેશન અઘિકારીઓ દ્વારા ટેન્ડરની સમીક્ષા કરવામાં આ છે. ત્યારે કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાના ટેન્ડરમાં અપૂર્ણતા જોવા મળી હતી. તેમ છતાં તેમને પાંચ દિવસની મુદ્દત આપવામાં આવી હતી. પરંતુ વેસ્ટ કોર્પોરેશનના  બીપીનસિંહ પીલુદરીયાએ નારાજ થઈ અમારાં વિરુદ્ધ ખોટા તથા પાયાવિહોણા આક્ષેપ સાથે પોલીસ તથા અન્યને અરજીઓ કરી હતી.

Advertisement

ગોંડલ પાલિકાને બદનામ કરવાનો ઉદ્દેશ

રાજેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન વ્યાસને જયરાજસિંહના કાર્યાલય પર બોલાવી બીપીનસિંહના લખાણનું નોટરી કરાવવાનું કહ્યું હતું. ત્યારે ચીફ ઓફિસરની સરકારી ગાડીમાં બીપીનસિંહ ચીફ ઓફિસર સાથે પ્રગટેશ્વર ઝેરોક્ષની દુકાને ગયા હતા. આ દરમિયાન હું અને ચંદુભાઈ ડાભી રીબડા ગયા હતા અને ત્યાંથી પરત ફરી બીપીન સિંહને મળતા વાતો કરી તેઓ છૂટા પડ્યા હતા. ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલ દરેક આક્ષેપો અયોગ્ય છે. તે ઉપરાંત લોકસભાની ચૂંટણી નજીક આવી રહ્યા છે અને ગોંડલમાં ભાજપની નગરપાલિકા હોવાથી પાલિકાને બદનામ કરવાના હેતુંથી આરોપો લગાવવામાં આવી રહ્યાં છે.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: Panchmahal : વરિયાળીની ખેતી કરતા ખેડૂતોની કર્મની કઠિનાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.