Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : નગરપાલિકા, ડે. કાર્યપાલક ઇજનેરના નકલી રબર સ્ટેમ્પ બનાવી ઉપયોગ કરનારા 5 ઝડપાયા

અહેવાલ- વિશ્વાસ ભોજાણી, ગોંડલ Gondal : હાદસોકા શહેર મનાતા ગોંડલ (Gondal)માં નીત નવા હાદશા બનતા જ રહેતા હોય છે. ત્યારે અત્રેના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ પાસે આવેલ કૃષ્ણા ઇન્ફોકોમન સર્વિસ અને અલ્ટ્રા જનસુવિધા કેન્દ્રમાં ગોંડલ (Gondal) નગરપાલિકા પાલિકા, પાલિકાનાં સદસ્ય તેમ જ નાયબ...
gondal    નગરપાલિકા  ડે  કાર્યપાલક ઇજનેરના નકલી રબર સ્ટેમ્પ બનાવી ઉપયોગ કરનારા 5 ઝડપાયા
Advertisement

અહેવાલ- વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Gondal : હાદસોકા શહેર મનાતા ગોંડલ (Gondal)માં નીત નવા હાદશા બનતા જ રહેતા હોય છે. ત્યારે અત્રેના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ પાસે આવેલ કૃષ્ણા ઇન્ફોકોમન સર્વિસ અને અલ્ટ્રા જનસુવિધા કેન્દ્રમાં ગોંડલ (Gondal) નગરપાલિકા પાલિકા, પાલિકાનાં સદસ્ય તેમ જ નાયબ કાર્યપાલક ઇજનેરના ડુબલિકેટ રબર સ્ટેમ્પના આધારે આધાર કાર્ડ કાઢી દેવામાં આવતું હોય 5 શખ્સોને રંગેહાથ ઝડપી લઇ પાલિકાના સદસ્ય એ પોલીસ ફરિયાદ નોંધાવતા ગોંડલ (Gondal) શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

Advertisement

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ (Gondal ) નગરપાલિકાના સદસ્ય ઋષિરાજસિંહ વજુભા જાડેજા એ ઉપરોક્ત બંને એજન્સીઓમાં જાત ચકાસણી કરતા તેઓના તેમ જ નગરપાલિકા અને નાયક કાર્યપાલક ઇજનેરના ડુપ્લિકેટ રબર સ્ટેમ્પના ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ ઊભા કરી તેને ખરા ખેરવી આધાર કાર્ડ કાઢી આપી તગડી કમાણી કરી ભ્રષ્ટાચારવાનું ધ્યાને આવતા પાલિકાના સદસ્યોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાજલબેન રમણીકભાઈ આહીર, તેના ભાઈ વિકાસ અને અમિત દિનેશભાઈ પટેલ, તેના ભાઈ પરેશ તેમ જ દિવ્યાબેન જિતેન્દ્રભાઈ ગોહિલ વિરુદ્ધ આઈપીસી કલમ 465, 471, 473, 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકારના બનાવો વારંવાર બહાર આવતા હોય છે ત્યારે તંત્રએ પણ કડક કાર્યવાહી કરવી જરુરી બની ગઇ છે.

કૃષ્ણા ઇન્ફોકોમન સર્વિસ અને અલ્ટ્રા જનસુવિધા કેન્દ્રમાં ગોંડલ (Gondal) નગરપાલિકા પાલિકા, પાલિકાનાં સદસ્ય તેમ જ નાયબ કાર્યપાલક ઇજનેરના ડુબલિકેટ રબર સ્ટેમ્પના આધારે આધાર કાર્ડ કાઢી દેવામાં આવતું હોય 5 શખ્સોને રંગેહાથ ઝડપી લઇ પાલિકાના સદસ્ય એ પોલીસ ફરિયાદ નોંધાવતા ગોંડલ શહેર સહિત સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

આ પણ વાંચો : મોઢેરા સૂર્યમંદિરના દ્વારે સામૂહિક સૂર્યનમસ્કારનો ઐતિહાસિક અવસર

આ પણ વાંચો - AMC દ્વારા આયોજિત Kankaria Carnival નું સમાપન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×