Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Market Yard: કેસરકેરીનું આજથી આગમન,જાણો 10 કિલો બોક્સનો ભાવ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ    Gondal Market Yard: રાજકોટના ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં (Gondal Market Yard) આજથી આરંભ થયો છે જો કે આ વર્ષે કેસર કેરીનું આગમન ગત વર્ષ કરતા 7 થી 8 દિવસ મોડું છે. ત્યારે આજે ગોંડલ ફ્રૂટ...
gondal market yard  કેસરકેરીનું આજથી આગમન જાણો 10 કિલો બોક્સનો ભાવ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Advertisement

Gondal Market Yard: રાજકોટના ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં (Gondal Market Yard) આજથી આરંભ થયો છે જો કે આ વર્ષે કેસર કેરીનું આગમન ગત વર્ષ કરતા 7 થી 8 દિવસ મોડું છે. ત્યારે આજે ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની (KESAR MANGO) સિઝનના પ્રારંભ સાથે કેરીના 150 જેટલા બોક્સની આવક થવા પામી છે છે. અને હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોક્સના રૂપિયા 1900થી લઈને 3000 સુધીના ભાવ બોલાયા છે.

Advertisement

  • ગોંડલ યાર્ડમાં કેસર કેરીનો પ્રારંભ 
  • ગત વર્ષ કરતા આવર્ષે 700 થી 900 સુધીના ભાવ વધુ
  • આ વર્ષે કેરી 7 થી 8 દિવસ મોડી આવી પહોંચી

Advertisement

કેસર કેરી ની આવકમાં ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડ અવ્વ્લ રહે છે  : કિશોર વાઘેલા

ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં દાયકાઓથી શ્રી ગણેશ ફ્રૂટ નામની પેઢી ધરાવતા કિશોરભાઈ વાઘેલા જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડ માં મોટા પ્રમાણમાં કેસર કેરી ની આવક થતી હોય છે. આ વર્ષે પણ સીઝન ના શ્રીગણેશ થયા છે ત્યારે 150 થી વધુ બોક્સ ની અવાક ખુબજ સારી કેવાય સાથે સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં ગત વર્ષે કેસર કેરી આવક માં મોખરે રહ્યું હતું જેનું મુખ્ય કારણ એ છે કે સમગ્ર સૌરાષ્ટ્ર ભર માંથી વેપારીઓ અહીં કેસર કેરી ખરીદી કરવા આવે છે. અને ખેડૂતોને પણ પૂરતો ભાવ મળતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વેચવા માટે પ્રથમ પસંદગી કરતા હોય છે.

કાંટાળા, તલાલા, ઉના ના જસાધાર, બાબરીયા સહીત કેસરનો પુસ્કળ પાક

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કાંટાળા, તલાલા, ઉના ના જસાધાર, બાબરીયા સહિતના પંથક માંથી ખેડૂતો અહીં કેસર કેરી વેચવા માટે અહીં આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ આગામી દિવસોમાં કેસર કેરી ની આવકમાં વધારો થશે. આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ભલે મોડું થયું પરંતુ કેસર કેરી ની આવક વધશે તેવું અંતમાં જણાવ્યું હતું.

આજની બોણીમાં 10 કિલો ના રૂ. 1900થી 3000 સુધીના ભાવ બોલાયા

ગોંડલ ફૂટ માર્કેટ યાર્ડમાં આજે પ્રથમ દિવસે ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 150 બોક્સની આવક થવા પામી હતી. આ સાથે જ પ્રથમ દિવસે કેસર કેરીની હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 1900થી 3000 સુધીના બોલાયા હતા. પ્રથમ દિવસે જ કેસર કેરીના ખેડૂતોને શુકનના ભાવ રૂપિયા 3000 બોલાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.

આ  પણ  વાંચો - રાજ્ય સરકારની સુદ્ઢ કામગીરીનું ઉત્તમ દ્રષ્ટાંત; ગોંડલના જામવાડી ગામે ૧ હેક્ટરમાં નિર્માણ પામેલ “વન કવચ”

આ  પણ  વાંચો - આ ગૌ ભક્તે વૈદિક હોળી માટે બાનવી ખાસ ગૌ સ્ટીક, વાંચો અહેવાલ

આ  પણ  વાંચો- VADODARA : કાળા ગાજરની ખેતી કરી ભવિષ્ય ઉજળુ કરતા ખેડુત

Tags :
Advertisement

.