Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Market Yard : લાંબી રજાઓ બાદ ગોંડલ માર્કેટ યાર્ડ ખૂલ્યું,ખેડૂતો-વેપારીઓની ચહલપહલથી યાર્ડ ધમધમ્યું

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ    Gondal Market Yard: સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Market Yard) વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરે સ્થાન ધરાવે છે 8 દિવસ માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં વિવિધ જણસીની આવક...
gondal market yard   લાંબી રજાઓ બાદ ગોંડલ માર્કેટ યાર્ડ ખૂલ્યું ખેડૂતો વેપારીઓની ચહલપહલથી યાર્ડ ધમધમ્યું

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Advertisement

Gondal Market Yard: સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Market Yard) વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરે સ્થાન ધરાવે છે 8 દિવસ માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં વિવિધ જણસીની આવક શરૂ કરાતા માર્કેટીંગ યાર્ડ જણસીની આવક થી ઉભરાયું હતું. યાર્ડમાં બે દિવસ પહેલા થી આવક શરૂ કરવામાં આવી હતી.યાર્ડ બહાર બન્ને બાજુ વિવિધ જણસી ભરેલ વાહનોની 4 થી 5 કી.મી.લાંબી લાઈનો લાગી જવા પામી હતી.જેમાં મરચા,ધાણા,ઘઉં,ચણા, ડુંગરી, કપાસ, લસણ સહિતની જણસીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડ જણસી થી ખચોખચ ભરાય જવા પામ્યા હતા.

Advertisement

મરચા, ધાણા, ઘઉં સહિતની જણસી ની આવક બંધ કરવામાં આવી

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા જણાવ્યું હતું કે યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓ તેમજ હિસાબી વર્ષ પૂર્ણ થતાં તમામ જણસીની આવક શરૂ કરવામાં આવી હતી.આજથી યાર્ડ રેગ્યુલર ફરી ધમધમવા લાગ્યું છે. છેલ્લા બે દિવસમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો એ મહા મહેનતે પકાવેલ પોતાના માલનો ઘોડાપુર આવ્યું હતું. સૌરાષ્ટ્રભરના ખેડૂતો (Farmers) ગોંડલ માર્કેટિંગ યાર્ડને પોતાનું યાર્ડ માને છે. ત્યારે એક જ દિવસની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 60 થી 65 હજાર ભારી મરચા 55 થી 60 હજાર ગુણી ધાણા તેમજ 50 હજાર થી વધુ ઘઉંની ગુણી અને 45 હજાર ગુણી ચણાની આવક નોંધાઈ હતી. વિપુલ પ્રમાણમાં જણસીની આવક નોંધાતા મરચા, ઘઉં, ધાણા ની યાર્ડ ના સત્તાધીશો દ્વારા આગામી જાહેરાતના થાય ત્યાં સુધી બંધ કરવામાં આવી હતી.

Advertisement

આજથી રાબેતા મુજબ જણસીની હરાજી શરૂ કરાઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની 8 દિવસની રજાઓ પૂર્ણ થતાં સવાર થી વિવિધ જણસીની હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં મરચાના 20 કિલોના ભાવ રૂ.1500 થી રૂ.2500 સુધીના બોલાયા હતા.ગોંડલનું પ્રખ્યાત દેશી મરચાના 20 કિલોના ભાવ રૂ.5500 થી રૂ.6000 સુધીના બોલાયા હતા. અને ધાણાના 20 કિલોના ભાવ રૂ.1200 થી રૂ. 2100 સુધીના બોલાયા હતા.જ્યારે ધાણીના 20 કિલોના ભાવ રૂ.1400 થી રૂ.2300 સુધીના ભાવ બોલાયા હતા. ઘઉંના 20 કિલોના ભાવ રૂ. 470 થી રૂ. 651 સુધીના બોલાયા હતા. આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલની હરાજીનું આજથી મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો અહીં માલ વેચવા આવે છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું તીર્થધામ માનવામાં આવે છે. અહીં ખેડૂતોએ પકાવેલ માલ નો પૂરતો ભાવ મળી રહે છે. એટલે જ સમગ્ર સૌરાષ્ટ્ર માંથી જેમ કે ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.

આ  પણ વાંચો - Gujarat : રાજ્યમાં ક્ષત્રિય સમાજનો ઠેર ઠેર વિરોધ

આ  પણ વાંચો - AHMEDABAD: ગરમી વધતા ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય,100 જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરે રહેશે બંધ

આ  પણ વાંચો - IDAR : માથાસુર ગામના શિક્ષકે દારૂડિયાઓના ત્રાસથી લીધું પોલીસનુ શરણ

Tags :
Advertisement

.