Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : કોંગ્રેસ સમિતિ દ્વારા લોકમેળાનું સ્થળ બદલવા રજુઆત

GONDAL : સૌરાષ્ટ્ર (SAURASTRA) માં જન્માષ્ટમીના લોકમેળાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ઠેર ઠેર મેળાનું આયોજન કરવામાં આવતુ હોય છે જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે ગોંડલ (GONDAL) માં પણ મેળાનું આયોજન થતું હોય છે એમા પણ ખાસ ગોંડલમા...
gondal   કોંગ્રેસ સમિતિ દ્વારા લોકમેળાનું સ્થળ બદલવા રજુઆત

GONDAL : સૌરાષ્ટ્ર (SAURASTRA) માં જન્માષ્ટમીના લોકમેળાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ઠેર ઠેર મેળાનું આયોજન કરવામાં આવતુ હોય છે જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે ગોંડલ (GONDAL) માં પણ મેળાનું આયોજન થતું હોય છે એમા પણ ખાસ ગોંડલમા યોજાતા લોકમેળો જે વિવાદોમા પણ રહેતો હોય છે જેને લઈને ગોંડલ કોંગ્રેસ સમિતિ દ્વારા લોકમેળાનું સ્થળ બદલવા તેમજ બધા નિતી નિયમોનું યોગ્ય પાલન કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર માઠી અસર થાય છે.

દર વર્ષે ગોંડલ નગરપાલીકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામા આવતુ હોય છે જેમાં નિતી નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવતુ નથી. આ લોકમેળો ગોંડલના હેરીટેજ સંગ્રામસિંહજી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં યોજાતો હોય છે તેથી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર માઠી અસર થાય છે. આ ઉપરાંત ગોંડલ નગરપાલીકા દ્વારા લોકમેળાનું ટેંડર સરકારી નિયમ વિરૂધ્ધ ઓફલાઈન કરી પોતાના મળતીયાઓને આપી અને મોટો ભ્રષ્ટ્રાચાર કરવામાં આવે છે તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

Advertisement

લોકમેળાનું ટેન્ડર નિયમ મુજબ ઓનલાઈન પ્રસિધ્ધ કરવું જોઈએ

કોંગ્રેસ દ્વારા કરાયેલા રજૂઆત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ લોકમેળાના ટેન્ડરની કિંમત રૂા. 5 લાખ થી વધુનું હોય જેથી તે સરકારી નિયમ મુજબ ઓનલાઈન પ્રસિધ્ધ કરવું જોઈએ સાથે 2022 માં વર્ષે જન્માષ્ટીના તહેવાર દરમીયાન ગોંડલ નગરપાલીકા સંચાલીત લોકમેળામાં તંત્રની ઘોર બેદરકારીના હિસાબે એક યુવાને પોતાનો જીવ ગુમાવેલ હતો. આ વર્ષે યોજાનાર મેળામાં રાજકોટના ગેમ ઝોન જેવો બનાવ ન બને તે માટે ફાયર સેફટી, સી.સી.ટી.વી. કેમેરા તથા ફાયર સેફટી એન.ઓ. સી. તેમજ વીજ વાયરો ખુલ્લાન રહે તેની તમામ પ્રકારની સાવચેતી તમામ સ્ટોલ ધારકોને ફરજીયાત પણે અમલ કરાવવાની કલેક્ટરની જવાબદારી રહેશે તેવો ઉલ્લેખ કરાયો છે.

લોકમેળાનું સ્થળ અન્ય જગ્યાએ ખસેડવા આવેદન પત્ર

ગોંડલ લોકમેળાનું જયાં આયોજન થાય છે તે સંગ્રામસિંહજી હાઈસ્કુલ ખાતે આવવા જવાના દરવાજા ખૂબ નાના હોય છે જેથી તાજેતરમાં જ બનેલ હાથરસ જેવો બનાવ ન બને તેથી જગ્યા બદલવી જોઈએ અહીં આ મેળાથી ગોંડલના લોકોના જીવન ધોરણ પર માઠી અસર થતી હોય છે અને આ લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. જેથી ગોંડલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ લોકમેળાનું સ્થળ અન્ય જગ્યાએ ખસેડવા અંગે આવેદન પત્ર લખવામાં આવ્યો છે.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો --GONDAL : આંખલા સાથે બાઇક અથડાતા ચાલક ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.