Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal Financial Fraud: IAF ફાયનાન્સીંગ એપમાં ઉંચા વળતરની લાલચે પાંચ લોકોએ રૂ.10.91 લાખ ગુમાવ્યાં

Gondal Financial Fraud: સાયબર માફિયાઓ યેનકેન પ્રકારે લોકોને સારા વળતરની લાલચ આપી ખોટા પ્રલોભનો આપી લાખો રૂપિયા પડાવી લેતાં હોય છે. ત્યારે ગોંડલમાં પણ પાંચ લોકોએ IAF ફાયનાન્સીંગ એપમાં સારા વળતરની લાલચે રૂ. 10.91 લાખ ગુમાવાની ઘટના સામે આવી છે....
gondal financial fraud  iaf ફાયનાન્સીંગ એપમાં ઉંચા વળતરની લાલચે પાંચ લોકોએ રૂ 10 91 લાખ ગુમાવ્યાં
Advertisement

Gondal Financial Fraud: સાયબર માફિયાઓ યેનકેન પ્રકારે લોકોને સારા વળતરની લાલચ આપી ખોટા પ્રલોભનો આપી લાખો રૂપિયા પડાવી લેતાં હોય છે. ત્યારે ગોંડલમાં પણ પાંચ લોકોએ IAF ફાયનાન્સીંગ એપમાં સારા વળતરની લાલચે રૂ. 10.91 લાખ ગુમાવાની ઘટના સામે આવી છે.

  • ઉંચા વળતરે પૈસા આપવાના બહાને લાખોની છેતરપિંડી
  • બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
  • પહેલા ગ્રુપમાંથી લેફ્ટ અને પછી વેબસાઈટ બંધ કરાઈ

ગોંડલના ધર્મેન્દ્રભાઈ પંડ્યાએ યુ-ટ્યુબમાં ઓનલાઈન લીંક ખોલ્યા બાદ એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. તે પછી વોટ્સએપ પર તેમની પાસેથ કુલ 6.35 લાખ રૂપિયા મંગાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમણે તેમના ભાઈ અને પુત્ર સહિત લોકોને પણ ગ્રુપના માધ્યમથી કુલ 4.56 લાખનું રોકાણ કરાયું હતું. પરંતુ ગ્રુપના લોકો પૈસા લઈને ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હતા.

Advertisement

બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

બનાવ અંગે ઘર્મન્દ્રભાઇ ગીરઘરલાલ પંડયાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ફાયનાન્સીંગ એપ જે આઈબીએમ સાથે કોલોબ્રેશનમાં કામ કરતી કંપનીના અલગ અલગ મોબાઈલ નંબર ધારક, વોટ્સએપ ગ્રુપના એડમીન અને મેનેજરનું નામ આપતાં ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે છેતરપીંડી, આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

પહેલા ગ્રુપમાંથી લેફ્ટ અને પછી વેબસાઈટ બંધ કરાઈ

પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતુ કે, ગત તા. 14/01/2024 ની સાંજે ગ્રુપમાંથી આરોપીઓ લેફ્ટ થયા, ત્યારે બીજા દિવસે બધી વેબસાઈટો બંધ કરી દેવામાં આવી હતી. તેના પછી દરેક આરોપીઓએ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. હાલ, ગોંડલની બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પ્રોબેશન આઈપીએસ આયુષ જૈનની રાહબરીમાં તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: Gujarat First EXCLUSIVE : ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ સંવાદ, જાણો ચૂંટણી, કોંગ્રેસ અને દેશના માહોલ વિશે શું કહ્યું?

આ પણ વાંચો: Amit Shah road show : ઘાટલોડિયા, સાબરમતીમાં વિશાળ જનમેદની, ઢોલ-નગારા, ગીત-સંગીત અને પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત

આ પણ વાંચો: Sanand Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ક્ષત્રિય સમાજ પર પહેલીવાર આપી પ્રતિક્રિયા

Tags :
Advertisement

Trending News

.

×