Gondal blood camp: રિબડામાં સ્વ. મહિપતસિંહ જાડેજાની યાદમાં રક્તદાન અને ડાયરાનું કરાયું આયોજન
Gondal blood camp: ગોંડલના રિબડામાં પૂર્વ ધારાસભ્ય સ્વ. મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથીએ થેલેસેમિયા અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે મહા Blood camp નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં, યુવાનો, વડીલો, મહિલાઓ અને સંતો-મહંતોએ રક્તદાન કર્યુ હતું. જે માટે ગોંડલ સહિતની બલ્ડ બેંકોની ટીમ સતત ખડેપગે રહી હતી.
- Blood camp બાદ ભવ્ય લોકડાયરાનું આયોજન
- રાજકોટના વિવિધ ડૉક્ટરો અને ટીમ Blood camp માં ખડેપગે
- જાડેજા પરિવારે રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો
Blood camp બાદ ભવ્ય લોકડાયરાનું આયોજન
R. A. R. Foundation ના પ્રણેતા રાજદિપસિંહ જાડેજા દ્વારા આયોજિત આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું. તે સાથે સાંજે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય સ્વ. મહિપતસિંહજી જાડેજાની પ્રથમ પૂણ્યતિથિના સ્મરણાર્થે માનવસેવા તથા ગૌસેવા સહિતના સત્કાર્યો ચાલી રહ્યા છે.
રાજકોટના વિવિધ ડૉક્ટરો અને ટીમ Blood camp માં ખડેપગે
આ Blood camp માં લોહી એકત્ર કરવા PDU Civil blood bank rajkot, Redcross blood bank rajkot, Life blood bank rajkot, Astha blood bank rajkot અને નાથાણી બલ્ડ બેંકોના ડોક્ટરોએ અને તેની ટીમે સેવા બજાવી હતી. આ Blood camp સવારે 6 કલાકથી બપોરે 2.00 કલાક સુધી મહીરાજ બજરંગબલી મંદિર પાસે, નેશનલ હાઇ-વે રીબડામાં ચાલુ રહ્યો હતો.
જાડેજા પરિવારે રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો
તે સહિત રક્તદાતાને R. A. R. Foundation દ્વારા પ્રમાણપત્ર તેમજ વિશેષ રૂપથી સ્મૃતિચિન્હ શૂભેચ્છા સ્વરૂપે ભેટ આપવામાં આવ્યા હતા. તે સહિત જાડેજા પરિવારે ઉપરોક્ત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી જનસેવા કાર્યમાં સહભાગી બનેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. તે સાથે આજે રાત્રે યોજાનાર ડાયરાની સંગત માણવા જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
આ પણ વાંચો: ICG Rising Day: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતી દરિયાઈ સુરક્ષાની સિદ્ધિઓ ગણાવી