Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal Bike Accident: મામાદેવ મંદિરના દર્શન કરવા જતા મોતનો ભેટો થયો

Gondal Bike Accident: ગોંડલ (Gondal) ના કમઢીયા ગામ પાસે આવેલ મામાદેવના મંદિર પાસે ગત રાત્રે 10.00 વાગ્યા આસપાસ બે બાઈક વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં બે પરિવારે તેમના યુવાન દીકરાને ગુમાવ્યા હતા. બે બાઈક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત...
05:55 PM Apr 05, 2024 IST | Aviraj Bagda
Gondal Bike Accident

Gondal Bike Accident: ગોંડલ (Gondal) ના કમઢીયા ગામ પાસે આવેલ મામાદેવના મંદિર પાસે ગત રાત્રે 10.00 વાગ્યા આસપાસ બે બાઈક વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં બે પરિવારે તેમના યુવાન દીકરાને ગુમાવ્યા હતા.

મળતી માહિતી મુજબ ગોંડલ તાલુકા (Gondal) ના કમઢીયા ગામ પાસે આવેલા મામાદેવના મંદિર (Temple) ના દર્શન કરવા બે મિત્રો આવ્યા હતા. ત્યારે બંને મિત્રોની બાઈક બીજા બાઈક ચાલક સાથે ગંભીર રીતે અથડાઈ હતી. આ અકસ્માત (Accident) માં બંને મિત્રો હિતેશ મકવાણા અને પ્રકાશ મેણીયાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું.

Gondal Bike Accident

ગોંડલ હોસ્પિટલ પીએમ અર્થે દાખલ કરાયા

તો અન્ય બાઈક ચાવક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળ પર સ્થાનિકોએ એમ્બ્યુલન્સ બોલાવી મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. બંને મૃતકોના મૃતદેહ પીએમ અર્થે ગોંડલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સમગ્ર ઘટનાને લઈ પોલીસે આગળ તજવીજ હાથ ધરી છે.

બંને યુવક કારખાનામાં મજૂરી કામ કરતા હતા

બન્ને મૃતક યુવાનો નવાગઢ અને સરધારપુર રહેવાસી છે. બંને ડાઈંગના કારખાનામાં છૂટક મજૂરી કામ કરે છે. યુવાના દિકારાઓને ગુમાવતાં પરિવારજનો સહિત ગામ પથકમાં શોકની લહેર પ્રસરી છે. તો પોલીસે પરિવાજનોની મુલાકાત કરી આગળ તપાસ હાથ ધરી છે.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: VADODARA : અક્ષર પબ્લીક સ્કુલમાં પેનલ્ટી, પરીક્ષામાં નહિ બેસવા દેવાનો મુદ્દો ગાજ્યો

આ પણ વાંચો: હાય રે… આ ગરમી! કાળજાળ ગરમીથી બચવા બાઈક રાઈડરનો નવતર પ્રયોગ

આ પણ વાંચો: Lok Sabha Election Boycott: ચોટીલાના એક ગામની આધુનિક સમયમાં 20 સદી જેવી પરિસ્થિતિ

Tags :
AccidentBike AccidentDeadGondalGondal Bike AccidentGujarat PoliceGujaratFirstpoliceRAJKOT
Next Article