Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal BAPS Swaminarayan Temple: ગોંડલ BAPS મંદિર ખાતે પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામીનો સેમિનાર યોજાયો

Gondal BAPS Swaminarayan Temple: ગોંડલ (Gondal) BAPS અક્ષર મંદિર ખાતે 130 દેશોમાં વક્તવ્ય આપી ચૂકેલા મોટીવેશનલ સ્પીકર (Motivational Speaker) પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીનો સેમિનાર ગઈ કાલે સાંજે યોજાયો હતો. આ સેમિનારમાં રાજકોટ, જેતપુર, જસદણ, ગોંડલ અને શાપર વેપાર માં ઉદ્યોગકારો...
gondal baps swaminarayan temple  ગોંડલ baps મંદિર ખાતે પૂ  ડો  જ્ઞાનવત્સલ સ્વામીનો સેમિનાર યોજાયો

Gondal BAPS Swaminarayan Temple: ગોંડલ (Gondal) BAPS અક્ષર મંદિર ખાતે 130 દેશોમાં વક્તવ્ય આપી ચૂકેલા મોટીવેશનલ સ્પીકર (Motivational Speaker) પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીનો સેમિનાર ગઈ કાલે સાંજે યોજાયો હતો. આ સેમિનારમાં રાજકોટ, જેતપુર, જસદણ, ગોંડલ અને શાપર વેપાર માં ઉદ્યોગકારો તેમજ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

  • ગોંડલમાં BAPS અક્ષર મંદિર ખાતે ભવ્ય સેમિનાર યોજાયો
  • સેમિનારમાં કુલ 3374 મહેમાનો પધાર્યા હતા
  • સેમિનારમાં 200 સ્વયંસેવકો ખડેપગે સેવા આપી હતી
Gondal BAPS Swaminarayan Temple

Gondal BAPS Swaminarayan Temple

આ તકે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ કુટુંબમાં, ઓફિસ કે ધંધામાં, સમાજમાં અને દેશમાં કેવી રીતે જીવવું જોઈએ તેને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. BAPS Swaminarayan સંસ્થાના પૂ.ડો. જ્ઞાનવત્સલ સ્વામીની અધ્યક્ષસ્થાને યોગીસભા મંડપમ્ ખાતે "Life is beautiful" જીવન ઉત્કર્ષ વ્યાખ્યાનમાળાનો સેમિનાર યોજાયો હતો.

Advertisement

સેમિનારમાં કુલ 3374 મહેમાનો પધાર્યા હતા

જેમાં 1971 પુરુષો અને 1403 મહિલાઓ મળીને 3374 જેટલા મહેમાનો પધાર્યા હતા. હરિ ભક્તો ઉપસ્થિતિમાં સંસ્થાના બાળકો દ્વારા Swaminarayan સ્તુતિથી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદમાં મોટી સ્ક્રીન મારફત મંદિરની તેમજ અલગ-અલગ નામી સ્વામીના દર્શન ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી.

BAPS Swaminarayan Temple

BAPS Swaminarayan Temple

Advertisement

તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્ય સિંહ જાડેજા, નાગરીક બેન્ક ચેરમનેઅશોકભાઇ પીપળીયા, રાજકોટ (Rajkot) જિલ્લા ભાજપ (BJP) પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ ટોળીયા Gondal Yard Vice Chairman ધર્મેન્દ્રસિંહ જાડેજા લક્ષ્મણભાઈ પટેલ સહિતનાએ પ્રવચનનો લાભ લીધો અને સંતોના આશીર્વાદ લીધા હતા.

સેમિનારમાં 200 સ્વયંસેવકો ખડેપગે સેવા આપી હતી

BAPS Swaminarayan Temple

BAPS Swaminarayan Temple

આ સેમિનારની તૈયારીથી લઈ સફળતા સુધી ખૂબ સુંદર આયોજન પૂ. કોઠારી સ્વામીનાં માર્ગદર્શન હેઠળ છેલ્લા 15 દિવસથી કરવામાં આવી રહ્યું હતું. જેમાં 12 જેટલા અલગ-અલગ વ્યવસ્થા વિભાગો, 200 સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા. સેમિનારમાં 3500 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો.

અહેવાલ વિશ્વાસ ભોજાણ

આ પણ વાંચો: VADODARA : બાળકો ભાન ભુલ્યા, રીક્ષાની એસેસરીઝ પર ઉભા રહી કરી જોખમી સવારી

આ પણ વાંચો: Surat : હવે એવું લાગે છે કે હું મીની ભારતમાં ભાષણ કરી રહ્યો છું : પરશોત્તમ રૂપાલા

આ પણ વાંચો: VADODARA : GOOGLE સર્ચ કરી હાથફેરો કરતા રીઢા ચોર સુધી પહોંચી ક્રાઇમ બ્રાન્ચ

Tags :
Advertisement

.