ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Godhra Bus Station: શ્રમજીવીઓને પોતાના માદરે વતન પહોંચાડવા માટે એસટી વિભાગ વ્હારે આવ્યું

Godhra Bus Station: હવે, ગણતરીના દિવસોમાં હોળી (Holi Festival) નો તહેવાર આવી જશે. ત્યારે ગુજરાત રાજ્યમાં બહોળા પ્રમાણમાં આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તારો જેવા કે... પંચમહાલ (Panchmahal), દાહોદ (Dahod) અને છોટાઉદેપુર (Chhotaudepur) માં હોળીનો પાવન પર્વની ખાસ રીતે ઉજવણી કરવામાં આવે...
11:34 PM Mar 22, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage

Godhra Bus Station: હવે, ગણતરીના દિવસોમાં હોળી (Holi Festival) નો તહેવાર આવી જશે. ત્યારે ગુજરાત રાજ્યમાં બહોળા પ્રમાણમાં આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તારો જેવા કે... પંચમહાલ (Panchmahal), દાહોદ (Dahod) અને છોટાઉદેપુર (Chhotaudepur) માં હોળીનો પાવન પર્વની ખાસ રીતે ઉજવણી કરવામાં આવે છે.

ગોધરાના બસ સ્ટેશન પર લોકોની ભારે ભીડ

ત્યારે રાજ્ય સરકાર દ્વારા હોળી (Holi Festival) ના પાવન પર્વને ધ્યાનમાં રાખીને મુસાફરીની સુવિધા વધુ સરળ કરવા માટે વધુ એક સુવિધા પૂરી પાડી છે. તેનું મુખ્ય કારણ એ છે કે તહેવારની મજા માણમાં નાગરિકો વહેલી તકે તેમના વતન જઈ શકે. ત્યારે ગોધરા (Godhra) ST Bus વિભાગ દ્વારા બસની સંખ્યમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે ગોધરા ST Bus Station પર હોળીના પર્વને લઈને દર વર્ષે લોકોની ભારે ભીડ જોવા મળે છે.

કુલ 7 બસ સ્ટેશન પર 10-10 બસ ફાળવવામાં આવી

ત્યારે આ શ્રમજીવી લોકો સમયસર પોતાના વતન આવી જાય તેના માટે ગોધરા (Godhra) ST Bus વિભાગ દ્વારા પંચમહાલ (Panchmahal)અને દાહોદ (Dahod) જિલ્લાના કુલ 7 ST Bus Stations દીઠ 10-10 વધુ ST Bus ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે રાજ્યના જુદા જુદા શહેરોમાંથી શ્રમજીવી પરિવારના લોકો ST Bus ના માધ્યમથી અને સરળતાથી પોતાના માદરે વતન પોહચી રહ્યા છે.

 

ગોધરા એસટી પરિવહન વિભાગના સંચાલકનું નિવેદન

ત્યારે ગોધરા (Godhra) એસટી પરિવહન વિભાગના નિયામકે જણાવ્યું હતું કે, હોળીનો તહેવાર મનાવવા માટે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સહિત અન્ય લોકો પોતાના માદરે વતન આવી રહ્યા છે. ત્યારે આ મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે ગોધરા એસટી પરિવહન વિભાગ દ્વારા કુલ 70 જેટલી એક્સ્ટ્રા ST Bus ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે રાજ્યભરમાંથી લોકો પોતાના વતન વેળાસર પહોંચી રહ્યા છે. જેના કારણે એસટી વિભાગની આવકમાં વધારો પણ થઈ રહ્યો છે.

અહેવાલ : નામદેવ પાટીલ

આ પણ વાંચો: Gujarat Lok Sabha Election: લોકસભા ચૂંટણીમાં મતદાન માટે ઓળખકાર્ડ-EPIC ઉપરાંત આ 12 દસ્તાવેજો માન્ય રહેશે

આ પણ વાંચો:Idar Dowry Case: ઈડરમાં મહિલાને ત્રાસ આપી રૂ.10 લાખનું દહેજ માંગતા પાંચ વિરૂધ્ધ નોંધાય ફરીયાદ

આ પણ વાંચો:Idar District News: ઈડરમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીની તબિયત લથડતા મોત નિપજયું

Tags :
ChhotaUdepurChhotaudepur districtDahodGodhraGodhra Bus StationGujaratGujaratFirstHoli FestivalpanchmahalST Bus