Gir Somnath : ગ્રામ્ય વિસ્તારમાં ખૂંખાર દીપડાની રંજાડ, મધ્યરાતે તબેલામાં ધૂસ્યો
ગીર સોમનાથમાં (Gir Somnath) વધુ એક ગ્રામ્ય વિસ્તારમાં દીપડો ઘૂસી આવતા ભયનો માહોલ સર્જાયો હતો. દીપડા (leopard) અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાના પાંજરે પૂરવા કામગીરી હાથ ધરી હતી. જો કે, કલાકોના રેસ્ક્યૂ ઓપરેશન બાદ આખરે દીપડો પાંજરે પૂરાયો હતો. દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનો અને વન વિભાગની ટીમે રાહતના શ્વાસ લીધા છે.
ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના કોડિનાર (Kodinar) શહેરના બોડકી વિસ્તારમાં સ્થાનિક નારણભાઈ બારડ રહે છે અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મોડી રાતે 8 કલાકે નારણભાઈના ખેતરમાં પશુ બાંધવાની વાડી વિસ્તારના મકાનનાં પતરાં તોડી એક દીપડો ઘૂસી આવ્યો હતો. ખેડૂતને જાણ થતા તેમણે વન વિભાગને (Forest Department) જાણ કરી હતી. આથી વન વિભાગની ટીમ દીપડાનું રેસ્ક્યૂ કરવા માટે ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. દરમિયાન, પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
કલાકો સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું
ગ્રામીય વિસ્તારમાં દીપડો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ પહોચ્યા હતા, જેના કારણે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. એક તરફ લોકોનો જમાવડો તો બીજી તરફ ખૂંખાર દીપડો મકાન અંદર છુંપાયો હતો. દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમ દ્વારા પાંજરા ગોઠવી કલાકો સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. આખરે, કલાકોની જહેમત બાદ દીપડાને (leopard) પાંજરે પૂરવામાં વન વિભાગની ટીમને સફળતા મળી હતી. જ્યાં સુધી દીપડો પાંજરે નહોતો પુરાયો ત્યાં સુધી ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. આખરે દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો - Surat : ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ જેવી ઘટના! એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ચપ્પુથી હુમલો કર્યો અને પછી…