Giga Bhammar : ગીગા ભમ્મરના વધુ એક Video થી ખળભળાટ, આહીર સમાજને લઈ આપ્યું આ વાંધાજનક નિવેદન!
ચારણ સમાજ (Charan Samaj) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારા ગીગા ભમ્મરનો (Giga Bhammar) બફાટ મારતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. એ જ સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર વધુ એક વાંધાજનક નિવેદન આપતા વીડિયોમાં સંભળાય છે. આ વખતે ગીગા ભમ્મર આહીર સમાજ (Ahir Samaj) વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા વાઇરલ વીડિયોમાં સંભળાય છે. આ વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ગીગા ભમ્મરના આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
થોડા દિવસ પહેલા આહીર સમાજના (Ahir Samaj) એક કાર્યક્રમમાં કથિત ગીગા ભમ્મર (Giga Bhammar) નામના સામાજિક આગેવાન દ્વારા ચારણ સમાજ (Charan Samaj) અંગે અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. ગીગા ભમ્મરના આ વીડિયોના કારણે ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે, હવે ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, ગીગા ભમ્મરનો આ વીડિયો એ જ સમૂહ લગ્ન કાર્યક્રમનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વીડિયોમાં ગીગા ભમ્મર આહીર સમાજ (Ahir Samaj) અંગે ટિપ્પણી કરતા સંભળાય છે. વાઇરલ વીડિયોમાં ગીગા ભમ્મર કહે છે કે, આહીર સમાજના આ બાર ગામમાં આહીર સમાજના લોકો એક મહિનામાં રૂ. 1 કરોડના પ્રતિબંધિત કેફી કાલા પી જાય છે. (કાલા એ અફીણ જેવો કેફી પીણું બનાવવા માટેની વસ્તું છે, જે દારૂની જેમ ગુજરાતમાં પ્રતિબંધિત છે.)
હું રાજકારણનો રાવણ હતો : ગીગા ભમ્મર
વીડિયોમાં ગીગા ભમ્મર (Giga Bhammar) કહે છે કે, જો આ 12 ગામમાં રૂ. 1 કરોડના મહિને પ્રતિબંધિત કાલા વેચાતા હોય, પીવાતા હોય તો ભાવનગર પોલીસની કામગીરી પર સવાલ ઊભા થાય છે. શા માટે આ વિસ્તારમાં કાલા અને કોની રહેમ નજર વચ્ચે વેચાઈ રહ્યાં છે. ગીગા ભમ્મર એવું પણ કહેતા સંભળાય છે કે, હું રાજકારણનો રાવણ હતો. મારી પાસે ડી.એસ.પી પણ બદલી કરાવવા આવતા હતા. ગીગા ભમ્મર કહે છે કે, આપણા સમાજે સુરતના (Surat) દાતાઓ પાસેથી પૈસા દાનમાં નો લેવા જોઈએ. તે દેહ વ્યાપાર અને વ્યાજના બે નંબરના પૈસા હોય છે. તેમનું દાન લેવાથી સમૂહ લગ્નમાં લગ્ન થયેલી દીકરીઓને સંતાનો પણ નહીં થાય. જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ગીગા ભમ્મરના આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
ચારણ અને આહીર સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ન થાય તે અપીલ કરાઈ
ઉલ્લેખનીય છે કે, ગીગા ભમ્મર દ્વારા ચારણ સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ચારણ સમાજ અને આહીર સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ન થાય તે માટે કેટલાક આગેવાનો દ્વારા વિનંતી કરવામાં આવી હતી. આહીર સમાજના અનેક આગેવાનોએ માફી માંગ્યા બાદ ચારણ-ગઢવી સમાજ શાંત પડ્યો હતો. પરંતુ, હવે ગીગા ભમ્મરના એક પછી એક વિવાદાસ્પદ નિવેદનવાળા વીડિયો સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો - Gandhinagar : સચિવાલયના કર્મચારીઓ માટે ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી 70 બસનું લોકાર્પણ