ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gift city Gandhinagar: ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે ગૃહ વિભાગે જાહેર કર્યા નિયમો

Gift city Gandhinagar :  ગિફ્ટ સીટી ગાંધીનગરમાં પ્રોહીબિશન એકટ હેઠળ કેટલીક છૂટછાટ સાથે નોટોફિકેશન (Notification) જાહેર કરાયું છે. જેમાં ગિફ્ટ સીટી (Gift city Gandhinagar)માં આવેલા એકમો માટે છૂટછાટ લાગુ પાડવામાં આવી છે. FL3 લાયસન્સ માટેની શરતો જાહેર કરવામાં આવી છે....
10:45 PM Dec 30, 2023 IST | Hiren Dave
Gandhinagar Gift City

Gift city Gandhinagar :  ગિફ્ટ સીટી ગાંધીનગરમાં પ્રોહીબિશન એકટ હેઠળ કેટલીક છૂટછાટ સાથે નોટોફિકેશન (Notification) જાહેર કરાયું છે. જેમાં ગિફ્ટ સીટી (Gift city Gandhinagar)માં આવેલા એકમો માટે છૂટછાટ લાગુ પાડવામાં આવી છે. FL3 લાયસન્સ માટેની શરતો જાહેર કરવામાં આવી છે. લિકર એક્સેસ પરમિશન 2 વર્ષ માટે ઇસયુ કરાશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

સરકાર દ્વારા ગિફ્ટ સીટી ગાંધીનગરમાં માં દારૂની પરમિટ માટેની સત્તાવાર SoPમાં જણાવ્યા મુજબ, બહારના વિઝટર્સને દારૂ પીવા માટે એક દિવસની ટેમ્પરરી પરમિટ આપવામાં આવશે. આવા પરમિટ ધારકો સાથે કંપનીના કર્મચારીનું હોવું ફરજિયાત છે. જ્યારે લિકર એક્સેસ પરમિટ મેળવવા માંગતા કર્મચારીની યાદી ગિફ્ટ સિટીના અધિકારી દ્વારા નક્કી કરવામાં આવશે. લિકર એક્સેસ પરમિશન 2 વર્ષ માટે ઈસ્યૂ કરવામાં આવશે, જે બાદ તેને રિન્યૂ કરાવવાની રહેશે. જેની વર્ષિક ફી 1 હજાર રૂપિયા રાખવામાં આવી છે. આટલું જ નહીં, લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ વગરમાં મુલાકાતીઓને દારૂ નહીં મળે.

 

દારૂની છૂટછાટને લઈ નિયમો જાહેર
ગૃહ વિભાગ સત્તાવાર ગિફ્ટ સીટી (Gift city Gandhinagar) માં દારૂની છૂટછાટને લઈ નિયમો જાહેર કર્યા છે. જેમાં ગૃહ વિભાગ દ્વારા એક ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. એફ એલ ૩ લાયસન્સ લેવા માટે સુપ્રિટેન્ડન્ટ પ્રોહીબિશન અને એક્સાઈઝમાં એપ્લાય કરવાનું રહેશે. ગિફ્ટ સિટીમા વાઈન એન્ડ ટાઈમ ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે. વાઈન અવેજ ડાઈનમાં લીકર પરમીટ હોલ્ડરને જ સર્વ કરવામાં આવશે. લીકર પરમીટ મેળવવા માંગતા કર્મચારીઓની યાદી તૈયાર કરી સોંપવાની રહેશે. જેની ચકાસણી થયા બાદ તંત્ર મંજૂરી આપશે. લીકર પરમીટ માટે ફી રૂપિયા 1 હજાર ચૂકવવાની રહેશે.

ગીફ્ટ સિટી (Gift city) ના કર્મચારી તરીકે દૂર થતા પરમીટ રદ્દ થશે

ગીફ્ટ સિટી (Gift city Gandhinagar) ના કર્મચારી તરીકે દૂર થતા પરમીટ રદ્દ થશે. મુલાકાત માટે એક દિવસની ટેંપરરી લીકર પરમીટ મળી શકશે. મુલાકાતીઓ માટે કામચલાઉ પરમિટ ભલામણ અધિકારી દ્વારા માત્ર એક જ દિવસ માટે જારી કરી થશે. આ ભલામણ કરનાર અધિકારી એ જ મુલાકાતીઓ (ઓ) માટે જ્યારે જરૂર પડે ત્યારે નવી કામચલાઉ પરમિટ આપી શકે છે. ગિફ્ટ ફેસિલિટેશન કમિટી આ ઓર્ડરના અર્થઘટનને લગતી અંતિમ સત્તા હશે.

 

ગિફ્ટ સિટી (Gift city Gandhinagar) માં કામ કરતા અથવા મુલાકાત લેતા (સત્તાવાર હેતુ માટે) વ્યક્તિઓ ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949 ની કલમ 40,40A અને 40B ની જોગવાઈઓ મુજબ અને FL-3 ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949ની કલમ 33, 34, 43 અને 58A ની જોગવાઈઓમાંથી પરવાનેદાર (અધિનિયમ રુપમાં ઓળખવામાં આવે છે) અને બોમ્બેના નિયમો 5, 25, 63, 64, 64-A અને 64-Bની જોગવાઈ મુજબ દારુ પીવાની છૂટ આપવામાં આવશે.

 

લીકર એક્સેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ મેળવવાની શરતો

લીકર એકસેસ પરમીટ ધારકે પરમીટ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. જો પરમીટ ગુમ થાય અથવા તેમાં લખેલ નોંધનું લેખન અસ્વચ્છ થાય તો તુરંત નવી પરમિટ મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે

 

આ પણ વાંચો-ગૃહમંત્રીએ પોલીસ કર્મીઓના રહેણાંકનું લોકાર્પણ કર્યું

Tags :
AhmedabadGandhinagarGandhinagar Gift CityGift CityGift City LiquorGiftCityGujaratGujarat Gift CityGujarat LiquorGujarati NewsliquorLiquor Now Allowed In Gift CityLiquor PermissionlocalTourism Policyઅમદાવાદકર્મચારીઓગાઈડલાઈનગાંધીનગરગિફ્ટ સિટીગુજરાતદારૂ પીવાની છૂટદારૂની પરમિટલીકર પરમીટ
Next Article