Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Rural Police : બંગલા ભાડે રાખી દારૂ વેચતી ટોળકીનો થયો પર્દાફાશ

Ahmedabad Rural Police : અમદાવાદના છેવાડે મણિપુર ગામ (Manipur Ahmedabad) ની સીમમાં આવેલા જલદીપ હોલિડે હોમ્સ (Jaldeep Holiday Homes) માં ગ્રામ્ય LCB એ પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો છે. બે જુદાજુદા બંગલો તેમજ બે કારમાંથી પોલીસને 14.09 લાખની...
ahmedabad rural police   બંગલા ભાડે રાખી દારૂ વેચતી ટોળકીનો થયો પર્દાફાશ

Ahmedabad Rural Police : અમદાવાદના છેવાડે મણિપુર ગામ (Manipur Ahmedabad) ની સીમમાં આવેલા જલદીપ હોલિડે હોમ્સ (Jaldeep Holiday Homes) માં ગ્રામ્ય LCB એ પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો છે. બે જુદાજુદા બંગલો તેમજ બે કારમાંથી પોલીસને 14.09 લાખની કિંમતના વિદેશી દારૂ-બીયરની 5348 બોટલ-ટીન મળી છે. છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહેલા વિદેશી દારૂના સપ્લાયના રેકેટમાં રાજસ્થાનનો મીણા પરિવાર મુખ્ય રીતે સામેલ છે. Ahmedabad Rural Police એ સમગ્ર બંને કેસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરી બે કાર, બે ટુ વ્હીલર, 10 મોબાઈલ ફોન તેમજ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે. સાથે સાથે Ahmedabad LCB એ દારૂ સપ્લાયનું રેકેટ ચલાવતા ફરાર સૂત્રધારોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે સાથે પોલીસે બંગલાઓ ભાડે આપનારા માલિકોની પણ શોધખોળ આરંભી છે.ભાડાના બે બંગલામાં ચાલતું હતું રેકેટઅમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rura Police) ની LCB ટીમને દારૂના મોટા જથ્થાની બાતમી મળી હતી. જેથી પીઆઈ આર. એન. કરમટીયા (PI R N Karmatiya) એ દરોડો પાડવા સૂચના આપી હતી. પીએસઆઈ જગદીશ પટેલ (PSI Jagdish Patel) અને પીએસઆઈ કે. એ. સાવલીયા (PSI K A Savaliya) તેમની ટીમ ગુરૂવારે રાતે પ્રાર્થના ઉપવન (Prathana Upwan) પાસે જલદીપ હોલિડે હોમ્સ-જલધારા બંગલોમાં આવેલા બે મકાન નંબર 77 અને 15 ખાતે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન બંગલા નંબર 15 ખાતેથી દારૂનો જથ્થો ભરેલી બે કાર અને બે બાઈક મળી આવ્યા હતા. સ્થળ પરથી ફરાર બુટલેગરના પિતા શંભુસિંહ સિસોદીયા, બુટલેગરના સાળા સહિત 8 શખ્સોની ધરપકડ કરી 9.51 લાખનો દારૂ અને વાહનો સહિત 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બંગલા નંબર 77 ખાતે હરિશ મીણા નામના આરોપીને ઝડપી લઈ 4.58 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જ્યારે આ કેસના સૂત્રધાર દિલીપ કલાસવા ઉર્ફે વિજય ઉર્ફે પ્રવિણ સહિત બે જણાને ફરાર દર્શાવાયા છે.સૌરાષ્ટ્ર સુધી હોલસેલમાં માલ જતોરાજસ્થાનના ઉદેપુર જિલ્લા (Rajshthan Udaipur) નો ઈશ્વર શંભુસિંહ સિસોદીયા છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવાનું નેટવર્ક ચલાવતો હોવાની માહિતી મળી રહી છે. રાજસ્થાન ખાતેથી નાની-મોટી કારમાં વિદેશી દારૂ-બીયરનો જથ્થો ભરીને બોપલ પોલીસ સ્ટેશન (Bopal Police Station) ની હદમાં આવેલા મણીપુર ગામની સીમમાં આવેલા જલદીપ હોલિડે હોમ્સમાં આવેલા બંગલો ખાતે લવાતો હતો. બંગલામાં દારૂનો જથ્થો આવ્યા બાદ સૌરાષ્ટ્ર અને આસપાસના જિલ્લાના બુટલેગરોને ઓર્ડર અનુસાર માલ હોલસેલમાં પહોંચાડવામાં (Wholesale Delivery) આવતો હતો.બોપલ-શીલજ-ઘુમામાં હોમ ડિલીવરી કરાતીAhmedabad Rura Police ની LCB ટીમે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, હોલસેલની સાથે સાથે દારૂની હોમ ડિલીવરી (Home Delivery) પણ કરવામાં આવતી હતી. આસપાસના વિસ્તારોમાં દારૂની ડિલીવરી કરવા માટે બે ટુ વ્હીલર પણ રાખવામાં આવ્યા હતા. ફોન પર મળતા ઓર્ડર અનુસાર બુટલેગર ઈશ્વરસિંહ સિસોદીયાના માણસો ગ્રાહકોને દારૂ પહોંચાડતા હતા.

Advertisement

આ  પણ  વાંચો  -FAKE : સોશિયલ મીડિયામાં ફરતા આ પત્રને તમે સાચો ના માનતા…

Advertisement

Tags :
Advertisement

.