Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Swagat : ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ નો સમય બદલાયો, જાણો નવો સમય અને તારીખ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ (Swagat) કાર્યક્રમ 25 જાન્યુઆરીના રોજ યોજાશે. માહિતી મુજબ, ગાંધીનગરમાં (Gandhinagar) આ કાર્યક્રમ 25મીએ બપોરે 12:30 કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાગરિકોની વિવિધ...
swagat   ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ નો સમય બદલાયો  જાણો નવો સમય અને તારીખ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ (Swagat) કાર્યક્રમ 25 જાન્યુઆરીના રોજ યોજાશે. માહિતી મુજબ, ગાંધીનગરમાં (Gandhinagar) આ કાર્યક્રમ 25મીએ બપોરે 12:30 કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાગરિકોની વિવિધ રજૂઆતોને સાંભળશે.

Advertisement

ગાંધીનગરના (Gandhinagar) સ્વર્ણિમ સંકુલ-2 ખાતે 25 જાન્યુઆરી, 2024 ના રોજ બપોરે 12.30 કલાકે ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. કાર્યક્રમ હેઠળ મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. માહિતી મુજબ, આ રાજ્ય ‘સ્વાગત’ (Swagat) કાર્યક્રમમાં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારે 25મી જાન્યુઆરીએ સવારે 7:30 થી 10 કલાક દરમિયાન મુખ્યમંત્રીનું જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર (Gandhinagar) ખાતે રૂબરૂ આપી શકશે.

સામાન્યતઃ બપોરે 3 કલાકે યોજાતો હોય છે કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે, દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ (Swagat) ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે જે સામાન્યતઃ બપોરે 3 કલાકે યોજાતો હોય છે. પરંતુ, આગામી ગુરૂવાર, 25 જાન્યુઆરીનો ‘સ્વાગત’ કાર્યક્રમ નિર્ધારિત સમયથી વહેલો એટલે કે બપોરે 12:30 કલાકે યોજાવાનો છે તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવાયું છે.

Advertisement

આ પણ વાંચો - Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર NFSU માં ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આપી હાજરી

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.