Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : પરીક્ષાર્થીઓના વાહનની ડેકી ખોલી કોઈ દાગીના, મોબાઇલ સીમ, ક્રેડિટ કાર્ડ ચોરી ગયું

ગાંધીનગરમાંથી (Gandhinagar) ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકારી ભરતીની પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીના વાહનની ડેકીમાંથી કોઈ ઇસમ મોબાઇલમાંથી સીમ અને ક્રેડિટ કાર્ડની ચોરી કરી ફરાર થયો હતો. પરીક્ષા કેન્દ્ર પરથી 6 થી 7 ઉમેદવારોના વાહનમાંથી ચોરી થઈ હોવાની માહિતી છે....
gandhinagar   પરીક્ષાર્થીઓના વાહનની ડેકી ખોલી કોઈ દાગીના  મોબાઇલ સીમ  ક્રેડિટ કાર્ડ ચોરી ગયું

ગાંધીનગરમાંથી (Gandhinagar) ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકારી ભરતીની પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીના વાહનની ડેકીમાંથી કોઈ ઇસમ મોબાઇલમાંથી સીમ અને ક્રેડિટ કાર્ડની ચોરી કરી ફરાર થયો હતો. પરીક્ષા કેન્દ્ર પરથી 6 થી 7 ઉમેદવારોના વાહનમાંથી ચોરી થઈ હોવાની માહિતી છે. ચોરી કરેલા સીમથી બારોબાર રૂ. 83 હજારનું ટ્રાન્ઝેક્શન થયું હોવાની પણ માહિતી સામે આવી છે. આ મામલે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ( Infocity police station) ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

ગાંધીનગરમાં (Gandhinagar) જુનિયર ક્લાર્ક A અને B ની પરીક્ષાનું ( Junior Clerk A and B Exams) આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી ભરતી પરીક્ષા આપવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા. કેટલાક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રે પોતાનું વ્હીકલ લઈને આવ્યા હતા અને કેન્દ્રની બહાર પાર્ક કર્યા હતા. દરમિયાન, કોઈ ઇસમ 6 થી 7 ઉમેદવારોના વાહનોની ડેકી ખોલીને તેમાં રાખેલ મોબાઇલની સીમ (Mobile SIM) કાઢી અને ક્રેડિટ કાર્ડની ચોરી કરી ફરાર થયો હતો. આ સાથે સોના અને ચાંદીના દાગીનાની ચોરી પણ કરી હતી. આ મામલે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પરીક્ષા કેન્દ્ર પરથી 6 થી 7 ઉમેદવારોના વાહનમાંથી ચોરી

Advertisement

ચોરી કરેલા સીમથી બારોબાર 83 હજારનું ટ્રાન્ઝેક્શન થયું

પોલીસની (Infocity police) પ્રાથમિક તપાસ મુજબ, ચોરી કરેલા સીમથી બારોબાર રૂ. 83 હજારનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના (CCTV Footage) આધારે આરોપીની શોધખોળ આદરી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગૌણ સેવા પસંદગી મંડળે (Subordinate Services Selection Board) ઉમેદવારોને પરીક્ષા સમયે કેન્દ્ર પર કોઈ પણ કિંમતી વસ્તુ કે સામાન ના લાવવા સૂચના આપી હતી.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : અમીરગઢ ચેક પોસ્ટ પરથી1 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા

આ પણ વાંચો - Ahmedabad : ગુલબાઈ ટેકરા નજીક સરેઆમ પશુની બલી ચઢાવતા ફરિયાદ, સ્થાનિકોમાં ભયનો માહોલ!

આ પણ વાંચો - VADODARA : મંદિરથી લઇ સાયકલ સુધી તક મળે ત્યાં હાથફેરો કરતી ત્રીપુટી દબોચી લેવાઇ

Tags :
Advertisement

.