Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar: રશ્મિ ભાવે મર્ડર કેસમાં 11 વર્ષે પણ ન્યાયની શોધ, CBI પણ નિષ્ફળ!

Gandhinagar : ગાંધીનગર(Gandhinagar)માં પણ ચકચાર મચાવનાર ડો. વિવેક ભાવેના પત્ની રશિમ ભાવેની મર્ડર(Rashmi bhave murder case )ની તપાસ સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, CID,  CBI તેમજ સીટ કરી ચૂકી હોવા છતાં 11 વર્ષથી મર્ડર મિસ્ટ્રી વણ ઉકેલ્યો...
gandhinagar  રશ્મિ ભાવે મર્ડર કેસમાં 11 વર્ષે પણ ન્યાયની શોધ  cbi પણ નિષ્ફળ

Gandhinagar : ગાંધીનગર(Gandhinagar)માં પણ ચકચાર મચાવનાર ડો. વિવેક ભાવેના પત્ની રશિમ ભાવેની મર્ડર(Rashmi bhave murder case )ની તપાસ સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, CID,  CBI તેમજ સીટ કરી ચૂકી હોવા છતાં 11 વર્ષથી મર્ડર મિસ્ટ્રી વણ ઉકેલ્યો છે.જેના પગલે CBIએ આખરે સમરી રિપોર્ટ ભરીને મોકલતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સીબીઆઈની ખાસ કોર્ટે મંજૂર રાખ્યો છે. આમ પોલીસની ચાર એજન્સી અને દેશની ટોચની તપાસ એજન્સી સીબીઆઈ પણ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં રશ્મિ ભાવેનાં પતિ ડો. વિવેક ભાવે તેમજ અન્યોનાં એસડીઆઈ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી પડદો ઉચકાયો નથી કે ક્યાં કારણસર હત્યા કરાઈ હતી તે પણ બહાર આવી શકયું નથી.સીબીઆઈના અધિકારીએ કલોઝર રિપોર્ટમાં એો ઉલ્લેખ કર્યો છે કે, આ કેસમાં અત્યાર સુધી છ પીઆઈ, બે ડીવાયએસપી અને એક સીબીઆઈના પીઆઈએ તપાસ કરી હતી.આ કેસની તપાસમાં સાંયોગિક પુરાવાની તમામ કડીઓ મળીને પુરાવાની એક સાંકળ બનતી નથી.તે સંજોગોમાં શકદારોની બનાવમાં સાંકળી શકાય તેવા પુરાવા નથી. સીબીઆઈ તરફથી મરનારની હત્યા અંગે માહીતી આપવા હત્યારા અંગેની માહિતી આપવા અંગે રૂ.10 લાખનું ઈનામ બહાર પાડવામાં આવ્યુ છે

શાર્પ વેપનથી હત્યા થયાનો FSLનો રિપોર્ટ

ગાંધીનગર(Gandhinagar)ના ચકચારી રશ્મિ ભાવે મર્ડર કેસનો ભેદ છેલ્લા 11 વર્ષથી ઉકેલાયો નથી. આરોપીઓ તરફ્ પહોંચવા માટે કોઇ સાંયોગીક પુરાવા પણ પ્રાપ્ત થયા ન હતા. રશ્મિ ભાવેની હત્યા શાર્પ વેપનથી થઇ હોવાની FSLનો રિપોર્ટ હતો. આ સાર્પ વેપનમાં સર્જીકલ બ્લેડનો પણ સમાવેશ હોવાની શંકા હતી. રશ્મિ ભાવેના ગળા પરનો ઘા દોઢથી બે ઈંચ ઉંડો હતો. ગળાના ડાબી સાઇડનો ચીરો સૌથી વધુ ઉંડો હતો જેના કારણે હત્યારો ડાબોડી હોવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી હતી.

Advertisement

હત્યાના સ્થળ પરથી બે ફૂટ પ્રિન્ટ મળ્યા હતા

પોલીસને હત્યાની જગ્યાએ બે ફુટ પ્રિન્ટ મળી આવ્યા હતા. આ ફુટ પ્રિન્ટ એકબીજાને ક્રોસ કરતા હતા. તે વખતે રશ્મિ ભાવેની હત્યા કોઇ એક જ વ્યક્તિ દ્વારા થઇ હોવાની પોલીસને મજબૂત શંકા હતી. કિચનમાંથી મળી આવેલા પાણી ભરેલા એક ગ્લાસના આઘારે પ્રારંભમાં પોલીસે ઉપરોક્ત અનુમાન કર્યુ હતું, પરંતુ જે રીતે બે ફુટ પ્રિન્ટ અને પુરાવાનો નાશ કરવા બે વોશ બેઝિંગનો ઉપયોગ થયો હતો તે જોતા આ ઘટનામાં એકથી વધુ વ્યક્તિઓની સંડોવણી હોવાનું પોલીસ માની રહી હતી.

પતિ ડૉ. વિવેક ભાવે પર પણ શંકા પડેલી

રશ્મિ ભાવેની હત્યા અંગે તેના પતિ ડો. વિવેક ભાવેની વર્તણૂક પોલીસ માટે શંકારૂપ હતી. પોલીસે તેને સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ (એસડીએસ) અને લાય ડિટેક્શન ટેસ્ટ પણ કરાવ્યો હતો. જે રિપોર્ટ શંકાસ્પદ આવ્યો હતો, પરંતુ ધરપકડ માટે પોલીસને પુરતા પુરાવા હાથ લાગ્યા નહતા.આ પછી પોલીસે રશ્મિ ભાવે સાથે સોશિયલ મિડિયા સાથે સંકળાયેલા બે ગાઢ મિત્રોની પણ પુછપરછ કરી હતી. તેઓના પણ ઉપરોક્ત બે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પણ તેઓ કાંઇક છુપાવી રહ્યા હોવાનું રિપોર્ટમાં ફ્લિત થતુ હતું, પરંતુ આ બંને શખ્સોની ઘટના સમયની હાજરી મહારાષ્ટ્રમાં જ હતી જેથી પોલીસ માટે તેઓ સમક્ષ પણ પુરતા પુરાવા નહતા.

Advertisement

આયોજનબદ્ધ હત્યા હતી કે પોલીસને કોઇ પુરાવા ન મળ્યા

હત્યા બાદ ઘરમાં સરસામાન વેરવિખેર હાલતમાં મળ્યો ન હતો. એટલું જ નહીં પરંતુ રશ્મિ ભાવેએ પહેરેલા ઘરેણાને પણ હાથ અડાડવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત જો કોઇ લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ કરે તો હત્યા કર્યા બાદ ઘરનું બારણું બહારથી બંધ કરીને જાય તેવી પણ શક્યતા નહીવત હતી. ફુટ પ્રિન્ટ પરથી હત્યારાઓએ ઘરમાં બુટ કે ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે જ પ્રવેશ કર્યો હતો.

આ પણ  વાંચો - Gujarat Vidyapith : ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલની નિયુક્તિ મુદ્દે PMOમાં ફરિયાદ

આ પણ  વાંચો - VADODARA : પૂર્વ ધારાસભ્યના પૂર્વ PA પર દુષકર્મનો આરોપ

આ પણ  વાંચો - Ahmedabad : આંગડીયા પેઢીની તપાસમાં CID ક્રાઈમ બાદ હવે ED અને IT ની એન્ટ્રી!

Tags :
Advertisement

.