Gandhinagar : ફિલ્મી ઢબે ખાનગી કારમાં સરકારી અધિકારીનું અપહરણ, પોલીસે પાર પાડ્યું દિલધડક ઓપરેશન!
ગાંધીનગરમાં (Gandhinagar) સરકારી અધિકારીનાં અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરના ગિયોડ પાસેથી ખાનગી સ્વિફ્ટ કારમાં આવેલા કેટલાક શખ્સોએ પાલનપુરના રમણલાલ વસાવા નામના ઉદ્યોગ કમિશનરનું અપહરણ કર્યું હતું. જો કે, ચિલોડા પોલીસે (Chiloda police) ત્વરિત કાર્યવાહી કરીને માણસા પાસેથી અપહરણકર્તાઓની અટકાયત કરી હતી અને સરકારી અધિકારીને છોડાવ્યા હતા. આ મામલે SP રવિ તેજા વાસમ શેટ્ટીનું નિવેદન સામે આવ્યું છે.
ખાનગી સ્વીફ્ટ કારમાં સરકારી અધિકારીનું અપહરણ
ગાંધીનગરમાં (Gandhinagar) સરકારી અધિકારીનાં અપહરણની ચકચાર મચાવે એવી ઘટના બની હતી. ખાનગી સ્વીફ્ટ કારમાં આવેલા કેટલાક શખ્સોએ ગાંધીનગરના ગિયોડ પાસેથી પાલનપુરનાં રમણલાલ વસાવા નામનાં ઉદ્યોગ કમિશનરનું (Industries Commissioner of Palanpur) અપહરણ કર્યું હતું. ચિલોડા પોલીસે (Chiloda police) ત્વરિત કાર્યવાહી કરીને માણસા પાસેથી સરકારી અધિકારીને અપહરણકર્તા પાસેથી છોડાવ્યા હતા અને આરોપીઓની ધરપકડ કરી હતી.
ગાંધીનગરમાં સરકારી અધિકારીના અપહરણની ચોંકાવનારી ઘટના
પાલનપુરના રમણલાલ વસાવા નામના ઉદ્યોગ કમિશનરનું કરાયું અપહરણ
ગાંધીનગરના ગીયોડ પાસેથી અપહરણ કરાયું હોવાની માહિતી
ખાનગી સ્વીફ્ટ કારમાં આવેલા શખ્સોએ કર્યું હતું અપહરણ@GujaratPolice @AhmedabadPolice #Gujarat #Gandhinagar #Government… pic.twitter.com/8nZxP9eX0B— Gujarat First (@GujaratFirst) June 25, 2024
અપહરણકર્તાઓએ પૈસાની ખંડણી માગી : SP
આ મામલે SP રવિ તેજા વાસમ શેટ્ટીએ (SP Ravi Teja Wasam Shetty) માહિતી આપતા જણાવ્યું કે, અંદાજે 1.30 કલાકે ચિલોડા પાસે અપહરણની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, ગાડીમાં રહેલા ડોક્યુમેન્ટના આધારે અપહરણની માહિતી મળી હતી. આરોપીઓની પૂછપરછ અને તપાસમાં મુખ્ય અપહરણકર્તા તરીકે રોહિત ઠાકોર અને બુધા ભરવાડનું નામ સામે આવ્યું છે. બંને અપહરણકર્તાએ પૈસાની ખંડણી માગી હતી. આ મામલે આરોપીને અને ભોગ બનનારને ગાંધીનગર લાવીને વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Ganesh Gondal : દલિત યુવકને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલને કોર્ટથી મોટો ઝટકો!
આ પણ વાંચો - Surat : નવી સિવિલ હોસ્પિ.માં દર્દીઓની સુરક્ષા રામ ભરોસે ? સ્લેબ તૂટી પડતા ભાગદોડ, મહિલા દર્દીનો બચાવ
આ પણ વાંચો - Murder : મહિલાના હાથ પર રહેલું ટેટુ પોલીસને લઇ ગયું હત્યારા સુધી….