Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : CM Bhupendra Patel એ નેધરલેન્ડના એમ્બેસેડર મેરીસા ગેરાર્ડ સાથે બેઠક યોજી

Gandhinagar  :  ગાંધીનગર (Gandhinagar) ના મહાત્મા મંદીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેએ નેધરલેન્ડના એમ્બેસેડર મેરીસા ગેરાર્ડ  (Marissa Gerrard )સાથે બેઠક કરી હતી' જેમાં નેધરલેન્ડ, 2015 થી વાઇબ્રન્ટ સમિટમાં ભાગીદાર દેશ છે અને ગુજરાત વેપાર સંબંધો અને નિયમિત રાજદ્વારી મુલાકાતો દ્વારા સમર્થિત...
01:15 PM Jan 09, 2024 IST | Hiren Dave
VIBRANT GUJARAT SUMMIT

Gandhinagar  :  ગાંધીનગર (Gandhinagar) ના મહાત્મા મંદીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેએ નેધરલેન્ડના એમ્બેસેડર મેરીસા ગેરાર્ડ  (Marissa Gerrard )સાથે બેઠક કરી હતી' જેમાં નેધરલેન્ડ, 2015 થી વાઇબ્રન્ટ સમિટમાં ભાગીદાર દેશ છે અને ગુજરાત વેપાર સંબંધો અને નિયમિત રાજદ્વારી મુલાકાતો દ્વારા સમર્થિત મજબૂત દ્વિપક્ષીય સંબંધો શેર કરે છે. બિઝનેસ કરવાની સરળતા માટેની ગુજરાત સરકારની નીતિ વિશે તેણીને માહિતગાર કર્યા.ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર, અર્બન મોબિલિટી, વોટર મેનેજમેન્ટ અને એગ્રીકલ્ચરના ક્ષેત્રોમાં સહકારની તકોની શોધ કરી. ગુજરાત સરકાર સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટીઝ વિકસાવવા ઈચ્છતી હોવાથી, ડચ કંપનીઓને ગુજરાતના દરિયાકાંઠે રોકાણની તકો શોધવા આમંત્રિત કર્યા

 

 

Ambassador Marissa Gerrard

ગાંધીનગર મહાત્મા મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાઇ

ગાંધીનગર મહાત્મા મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાઇ છે. જેમાં જાપાનના ઉપમંત્રી હોસાકા શિન સાથે CMની મુલાકાત થઇ છે. જેમાં ગ્રીન હાઈડ્રોજન, ઈ-વ્હીકલ, સેમિકંડક્ટરમાં રોકાણ મુદ્દે ચર્ચા થઇ છે. માઈક્રોટેકના પ્રેસિડેન્ટ, CEO સાથે CMની મુલાકાત થઇ છે. તેમાં CM ભૂપેન્દ્ર પટેલે સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી છે. સાણંદમાં સ્થપાઈ રહેલા માઈક્રો ટેકના પ્લાન્ટ મુદ્દે ચર્ચા કરી છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલે પ્રસુન મુખરજી સાથે મુલાકાત કરી ગુજરાતમાં ફિનટેક કંપનીઓના રોકાણની તકો પર ચર્ચા કરી છે. તથા સેમિ કંડક્ટર પોલિસી સહીતના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

100 જેટલા વિઝિટિંગ દેશો, 33 પાર્ટનર દેશો સામેલ

ગ્લોબલ ટ્રેડ શોમાં 100 જેટલા વિઝિટિંગ દેશો, 33 પાર્ટનર દેશો સામેલ થયા છે. 20 દેશો પોતાના દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. તથા 10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ મુલાકાત લઇ શકશે. તેમજ ગ્લોબલ ટ્રેડ શો 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. ટ્રેડ શોમાં મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારતના સ્ટોલ છે. ટ્રેડ શોમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગનું પ્રદર્શન જોવા મળશે. ઓટો, સિરામિક, કેમિકલ, જેમ્સ એન્ડ જ્વેલરીનું પ્રદર્શન થશે.

 

આ  પણ   વાંચો  - મહાત્મા મંદિરમાં PMO જેવું કાર્યાલય ઊભુ કરાયુ..અહીં થશે મહત્વપૂર્ણ બેઠકો

 

Tags :
Ambassador Marissa GerrardChief Minister visitedCM calleddiscussionsextensiveglobal leadersGujaratIndustrialistsMahatma MandirNetherlandspm modi
Next Article