Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : નવુ વાહન ખરીદનારાઓ માટે મોટા સમાચાર, નવા વાહનની સાથે જ મળશે નંબર પ્લેટ

નવા વાહન ખરીદનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે વાહન ખરીદનારાઓને પડતી અગવડને ઘટાડવા માટે વાહન ખરીદીને લઇને નવો નિયમ અમલી કરવામાં આવ્યો છે. આજથી રાજ્યભરમાં જે પણ વાહનની ડિલિવરી કરવામાં આવશે તેમાં શોરૂમ સંચાલકે નંબર પ્લેટ સાથેજ વાહન આપવું...
gandhinagar   નવુ વાહન ખરીદનારાઓ માટે મોટા સમાચાર  નવા વાહનની સાથે જ મળશે નંબર પ્લેટ

નવા વાહન ખરીદનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે વાહન ખરીદનારાઓને પડતી અગવડને ઘટાડવા માટે વાહન ખરીદીને લઇને નવો નિયમ અમલી કરવામાં આવ્યો છે. આજથી રાજ્યભરમાં જે પણ વાહનની ડિલિવરી કરવામાં આવશે તેમાં શોરૂમ સંચાલકે નંબર પ્લેટ સાથેજ વાહન આપવું પડશે. જો આ નિયમનો ઉલ્લંઘન કરવામાં આવશે તો સંચાલક સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

Advertisement

વાહન રજિસ્ટ્રેશનની તમામ કામગીરી ડીલરોને સોંપાશે

Advertisement

ડીલરોને નવી જવાબદારીમાં અનેક ખામીઓ છે. તેમજ વેરિફિકેશનની સત્તા ન હોઈ સમસ્યા સર્જાશે. RTOની કામગીરી ડીલરને સોંપવામાં આવતા ડીલરોમાં આક્રોશ છે. આજે 14 સપ્ટેમ્બરથી વાહન રજિસ્ટ્રેશનની તમામ કામગીરી ડીલરોને સોંપાશે. તેમજ વાહનની તમામ પ્રકારની ફી, ડોક્યુમેન્ટ વેરફિકેશન કરી હવે ડીલરોએ અપલોડ કરવાના રહેશ. નવી જવાબદારી સોંપાઈ પરંતુ તેમાં અનેક ત્રુટિઓ છે તેમ ડીલર્સ જણાવી રહ્યાં છે.

Advertisement

નંબર પ્લેટ વગરની કાર વેચશે તો 30 દિવસ માટે ડિલર લાયસન્સ રદ્દ થશે

14 તારીખ પછી નંબર પ્લેટ સાથે જ કારનું વેચાણ થઇ શકશે. જેમાં નંબર પ્લેટ વગરની કાર વેચશે તો 30 દિવસ માટે ડિલર લાયસન્સ રદ્દ થશે. તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જવાબદારી ડીલરો કેવી રીતે લઈ શકે તેમ ડીલરો જણાવી રહ્યાં છે. જેમાં વેરિફિકેશનની સત્તા ડિલર પાસે નથી. AMC ટેકસનાં ટોકન મળતાં ઘણી વાર લાગે છે ત્યારે ટેકસ વગર વાહન નંબર કેવી રીતે મળશે. તમામ RTOમાં અલગ અલગ ડોક્યુમેન્ટ મંગાય છે ત્યારે તેનું એકસરખું લીસ્ટ જાહેર કરવું જોઈએ તેમ ડિલરોની માગ છે.

આ  પણ  વાંચો-ગોંડલના શ્રીનાથગઢ નજીક SOG એ ગેરકાયદેસર બાયોડિઝલ ઝડપી પાડ્યુ, બે શખ્સની કરી ધરપકડ

Tags :
Advertisement

.