Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : ભાટ ગામ નજીક એક ઘરમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી, એકનું મોત

ગાંધીનગરના (Gandhinagar) ભાટ ગામ પાસે એક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં પરિવારમાં પિતાનું મોત નીપજ્યું છે. જ્યારે માતા, પુત્ર અને પુત્રીનો આબાદ બચાવ થયો છે. ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમે પાણીનો મારો ચલાવી...
02:38 PM Jul 04, 2024 IST | Vipul Sen

ગાંધીનગરના (Gandhinagar) ભાટ ગામ પાસે એક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં પરિવારમાં પિતાનું મોત નીપજ્યું છે. જ્યારે માતા, પુત્ર અને પુત્રીનો આબાદ બચાવ થયો છે. ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ કયાં કારણોસર લાગી તે અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી નથી.

ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

બીજે માળે પિતા ફસાઈ જતાં મોત

ગાંધીનગરના (Gandhinagar) ભાટ ગામ (Bhat Village) પાસે આવેલા એક મકાનમાં એક પરિવાર રહે છે. મકાનના બીજા માળે પિતા હતા અને માતા, પુત્ર અને પુત્રી નીચે હતા ત્યારે ઘરના રસોડામાં અચાનક આગ લાગી હતી. જોતા જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે, આગ લાગી હોવાની જાણ થતા માતા, પુત્ર અને પુત્રી ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ, બીજા માળે રૂમ અંદરથી લોક હોવાથી અને ચાવી નીચે જોવાથી પિતા બહાર નીકળી શક્યા નહોતા અને આગની ચપેટમાં આવી ભડથું થયા હતા.

આગની ઘટનામાં એકનું મોત

આગ લાગવાનું સાચું કારણ અકબંધ

આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, રસોડામાં આગ લાગવાનું સાચું કારણ હાલ સામે આવ્યું નથી અને તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ, રસોડામાં ગેસનું કામકાજ ચાલતું હોવાથી ગેસની સગડી ઠંડી કરવા પાણી નાખવામાં આવતાં આગ ભભૂકી ઊઠી હતી. પિતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.

 

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : HC એ કહ્યું – કેટલાક અધિકારીઓના કારણે આખું રાજ્ય બદનામ..!

આ પણ વાંચો - Ahmedabad : બર્ગરનાં શોખીનો ચેતજો..! કાફેમાં ગ્રાહકે ઓર્ડર કર્યું બર્ગર અને નીકળી જીવાત!

આ પણ વાંચો - Surat : કિંમતી ‘હીરા’ ની ચોરીના કેસમાં એક રાજસ્થાનથી ઝડપાયો, મુખ્ય આરોપી હાલ પણ ફરાર

Tags :
Bhat villagefire brigadefire suddenly broke outGandhinagarGujarat FirstGujarati News
Next Article