ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gadda Gopinathji Temple : ટેમ્પલ બોર્ડ કમિટીની ચૂંટણીની તારીખ જાહેર, મતદાર યાદી પણ પ્રસિધ્ધ કરાઈ

ગઢડા ગોપીનાથજી મંદિરની (Gadda Gopinathji Temple) ટેમ્પલ બોર્ડ કમિટીની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મંદિરના ટેમ્પલ બોર્ડ કમિટી (Temple Board Committee of Gadda) દ્વારા કરાયેલ જાહેરાત મુજબ, 21 એપ્રિલ, 2024 ના રોજ ચૂંટણી યોજાશે. આ સાથે મંદિર પ્રશાસન દ્વારા...
05:09 PM Feb 25, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage

ગઢડા ગોપીનાથજી મંદિરની (Gadda Gopinathji Temple) ટેમ્પલ બોર્ડ કમિટીની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મંદિરના ટેમ્પલ બોર્ડ કમિટી (Temple Board Committee of Gadda) દ્વારા કરાયેલ જાહેરાત મુજબ, 21 એપ્રિલ, 2024 ના રોજ ચૂંટણી યોજાશે. આ સાથે મંદિર પ્રશાસન દ્વારા કાચી મતદાર યાદી પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે. જણાવી દઈએ કે દર પાંચ વર્ષે ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાય છે.

ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડ કમિટીની (Gadda Gopinathji Temple) ચૂંટણીને લઈ તારીખની જાહેરાત કરવામાં આવી છે. 21 એપ્રિલ, 2024ના રોજ આ ચૂંટણી યોજાશે. આ મંદિર પ્રશાસન દ્વારા કાચી મતદાર યાદી પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે મુજબ, ગઢડા મંદિર તેમ જ લક્ષ્મીવાડીમાં અંદાજે 29 હજાર જેટલા મતદારો છે. જણાવી દઈએ કે, દર પાંચ વર્ષે આ ચૂંટણી યોજાય છે. ટેમ્પલ બોર્ડ કમિટીમાં ગૃહસ્ત વિભાગના 4 સભ્ય,પાર્ષદ વિભાગમાં 1, સાધુ વિભાગમાં 1 અને બ્રહ્મચારી વિભાગમાં 1 મળી કુલ 7 સભ્યો સામેલ છે.

ચેરમેન હરિજીવનદાસજી

છેલ્લા 5 વર્ષથી દેવ પક્ષ સત્તા પર છે

ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષ (Acharya party) અને દેવ પક્ષ (Dev party) વચ્ચે ચૂંટણી યોજાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષથી દેવ પક્ષ સત્તા પર છે. ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની (Temple Board Committee of Gadda) ચૂંટણીને લઈ ચેરમેન હરિજીવનદાસજીએ આ સંપૂર્ણ માહિતી આપી છે.

 

આ પણ વાંચો - Dwarka : PM MODI એ સમુદ્રમાં રહેલી પ્રાચીન દ્વારકામાં જઇને કરી પ્રાર્થના

Tags :
Acharya partyBrahmachari SectionChairman HarijivandasjiDev partyGadda Gopinathji TempleGujarat FirstGujarati NewsParshad SectionSadhu sectionTemple AdministrationTemple Board Committee of Gadda