Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : વર્ષ 2024થી Kaushal University ડ્રોન એપ્લીકેશનમાં 9 નવા કોર્સ શરૂ કરશે

અહેવાલ  _  સંજય  જોષી -   કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને  સ્કિલ સ્માર્ટ  થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  સ્કિલ ઇન્ડિયા’ના વિઝનને સાર્થક કરવા માટે ગુજરાતના...
04:40 PM Dec 16, 2023 IST | Hiren Dave

અહેવાલ  _  સંજય  જોષી -

 

કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને  સ્કિલ સ્માર્ટ  થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  સ્કિલ ઇન્ડિયા’ના વિઝનને સાર્થક કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નાગરિકોને સમયની માંગ અનુસાર કૌશલ્ય તાલીમ પ્રદાન થાય તેના માટે ઉત્કૃષ્ટ કામગીરી થઇ રહી છે. અમદાવાદના મેમનગરમાં મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે કાર્યરત કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા, વર્ષ 2024માં જાન્યુઆરીથી ડ્રોન એપ્લીકેશનમાં 9 અદ્યતન કોર્સ શરૂ થવા જઇ રહ્યા છે જેમાં 5 હજારથી વધુ યુવાનોને તાલીમ આપવાનું આયોજન છે.

ડ્રોન એપ્લીકેશનના અભ્યાસક્રમો

યુનિવર્સિટી દ્વારા ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને ડ્રોન પ્રોગ્રામિંગના બે એડવાન્સ્ડ અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને પ્રોગ્રામિંગ (01 વર્ષ) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (M.Sc.) ઇન ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોગ્રામિંગ (02 વર્ષ)ના કોર્સનો સમાવેશ થાય છે. તે સિવાય સ્કુલ ઓફ ડ્રોન દ્વારા આગામી વર્ષમાં ડ્રોન ઇકોસિસ્ટમની સમગ્ર વેલ્યુ ચેઇનને આવરી લેતા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે.

 

યુનિવર્સિટી દ્વારા ડ્રોન ક્ષેત્રના વિવિધ કોર્સ

આજના સમયમાં, ડ્રોન ટેક્નોલોજીનો વ્યાપ વધી રહ્યો છે. કૃષિ, જમીન, સર્વેયર અને મેપિંગ, રાહત અને બચાવકાર્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી દેખરેખ, વન્યજીવન તેમજ વન્ય પેદાશોનું મોનિટરીંગ, લોજિસ્ટિક્સ અને ઇ-કોમર્સ તેમજ મેડિકલ સહાયના ક્ષેત્રોમાં, ઉત્પાદકતા વધારવા અને સચોટ વૈજ્ઞાનિક નિર્ણયો મેળવવા માટે ડ્રોન ટેક્નોલોજી અત્યંત ઉપયોગી છે. ડ્રોન ક્ષેત્રને આવરી લેતી ત્રણ મુખ્ય કુશળતાઓમાં રોજગારીની વ્યાપક તકો હોવાથી, કૌશલ્ય યુનિવર્સિટી દ્વારા ડ્રોન પાયલટ, ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ તેમજ ડ્રોનના ઉપયોગથી વિવિધ એપ્લીકેશનની તાલીમ આપવામાં આવી રહી છે. તેના માટે સ્કૂલ ઓફ ડ્રોન દ્વારા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.ડ્રોન પાયલટ અભ્યાસક્રમમાં અત્યાર સુધી 292 ઉમેદવારોએ તાલીમ પૂર્ણ કરી છે અને 25 ઉમેદવાર તાલીમ લઇ રહ્યાં છે. ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલીમાં 765 ઉમેદવારોની તાલીમ પૂર્ણ થઇ છે અને 50 ઉમેદવારોની તાલીમ શરૂ છે. રાજ્યના 33 જિલ્લાની ITIમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલીમાં યુવાનો તાલીમ લઇ રહ્યાં છે.

 

રાજ્યની 20 ITIમાં ડ્રોન પાયલટ તાલીમનું આયોજન

ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, અમરેલી, નવસારી, રાજકોટ, વલસાડ, બનાસકાંઠા, બોટાદ, મહેસાણા, મોરબી, પંચમહાલ, સુરત, વડોદરા, દાહોદ, કચ્છ, ખેડા, નર્મદા, ગાંધીનગર-કલોલ, ગાંધીનગર-સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી, અમદાવાદ-સાણંદ અને અમદાવાદ-શીલજ ખાતે ITIમાં ડ્રોન તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાર્ષિક 8 હજારથી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે.

ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવશે, યુનિવર્સિટીનું ડ્રોન મંત્ર’મોડલ

યુનિવર્સિટીએ ‘ડ્રોન મંત્ર’ તરીકે આગવું મોડલ વિકસિત કર્યું છે. તેના આધારે ડ્રોન ઉત્પાદન અને તાલીમ માટે લેબમાં અત્યાધુનિક મશીનરી અને ટેક્નોલોજી સાથે વાસ્તવિક કાર્યપરિસ્થિતિમાં ડ્રોન ઉત્પાદન અને પ્રોગ્રામીંગની તાલીમ આપવામાં આવે છે. તાલીમના ભાગરૂપે, DGCA દ્વારા માન્ય ડિઝાઇન અનુરૂપ ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવશે. દર વર્ષે જરૂરિયાત અનુસાર 100થી વધુ ડ્રોનનં્ ઉત્પાદન કરવામાં આવશે. ‘ડ્રોન મંત્ર’માં આધુનિક પ્રકારના ડ્રોન અને ડ્રોનની એપ્લિકેશનને વિકસિત કરવાની સુવિધા છે. તેના લીધે જૂના અને અપ્રચલિત ડ્રોનની ભરપાઇ થઇ શકશે. આ ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે યુનિવર્સિટીએ ડ્રોન ઉત્પાદકો સાથે સહયોગ કર્યો છે અને ડ્રોન તાલીમ માટેની અત્યાધુનિક સુવિધાઓ ગુજરાતમાં સૌપ્રથમ સ્કૂલ ઓફ ડ્રોન્સમાં વિકસિત કરવામાં આવી છે.

I-KUSHALથી નવીનતાને પ્રોત્સાહન

યુનિવર્સિટી દ્વારા I-KUSHAL ઇન્ક્યુબેશન અને ઇનોવેશન ફાઉન્ડેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. તેના માધ્યમથી નવીનીકરણ, રિસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને હેન્ડહોલ્ડિંગ સમર્થન આપવામાં આવશે.

 

આ  પણ  વાંચો -સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ હડતાળ પર

 

Tags :
9 new coursesAhmedabadDGCAdrone applicationsFrom the year 2024ITIKaushal University
Next Article