Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Freedom Fighter: આણંદમાં સ્વાતંત્ર્ય સેનાનીના યોગદાન કિંમત માત્ર રૂ. 5000

Freedom Fighter: આજે દેશભરમાં 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ સર્જાયો છે. પરંતુ આ આનંદની ઉજવણીની પાછળ એક કરુણ વાસ્તવિકતા છુપાયેલી છે. ભારતને આઝાદી અપાવવા માટે જેમણે તનતોડ મહેનત કરી છે એ સ્વતંત્રતા સેનાનીની સ્થિતિ આજે દયનીય છે. સ્વાતંત્ર્ય સેનાનીને...
08:54 PM Jan 26, 2024 IST | Aviraj Bagda
A freedom fighter's contribution to Anand cost only Rs. 5000

Freedom Fighter: આજે દેશભરમાં 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ સર્જાયો છે. પરંતુ આ આનંદની ઉજવણીની પાછળ એક કરુણ વાસ્તવિકતા છુપાયેલી છે. ભારતને આઝાદી અપાવવા માટે જેમણે તનતોડ મહેનત કરી છે એ સ્વતંત્રતા સેનાનીની સ્થિતિ આજે દયનીય છે.

ગુજરાતમાં 104 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલે આઝાદીની લડાઈ અનોખું યોગદાન આપ્યું હતું. તેમણે બ્રિટિશ સરકાર સામે ભારત છોડોના નારોમાં શ્વાસ પૂર્યો હતો. તેમણે આઝાદીની કપરી લડાઈમાં મહાત્મા ગાંધીના કદમથી કદમ મળાવીને ચાલ્યા હતા.

સ્વાતંત્ર્ય સેનાનીને ગુજરાન ચલાવવા માટે માત્ર રૂ. 5000

Freedom Fighter

પરંતુ આજે તેમને જીવન ટકાવી રાખવા માટે આપવામાં આવતા રૂપિયા 5,000 સરકારી પેન્શન પર સવાલ ઉઠાવ્યા છે. આ પેન્શન દેશની આઝાદી માટે લડનારા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ માનવામાં આવે છે. આ કરુણ વાસ્તવિકતા દેશ અને દેશવાસીઓના ચહેરાને શર્મથી નમાવી રહી છે.

આણંદ જિલ્લાના ભાદરણમાં રહેતા સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે તેમના ભૂતકાળની બહાદુરીથી તદ્દન વિપરીત છે. શાંતાબેન પટેલે 1942 માં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 'ભારત છોડો' આંદોલનમાં ભાગ લીધો હતો.

સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેનના પરાક્રમો

તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પુણેની યરવડા જેલમાં પણ તેમણે સમય પસાર કર્યો હતો. 1938 માં હરિપુરા અધિવેશનમાં સુભાષ ચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે શાંતાબેન હાજર હતા. પરંતુ જ્યારે બોઝ સભા સમાપ્ત કરીને જઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર પર રાષ્ટ્રધ્વજ હતો નહી. તો તેમણે તેમની કાર પર રાષ્ટ્રધ્વજ લગાવ્યા બાદ જ સ્શળ પરથી નીકળવા દીધી હતી.

શાંતાબેને ગુજરાત સરકારની પોલ ખોલી

104 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલ કહે છે કે, 'વૃદ્ધાવસ્થાને કારણે મારે સ્થાનિક પગારદાર કેર ટેકરની જરૂર છે. હું પરિવારમાં એકલી છું અને મને જીવવા માટે સરકાર તરફથી જે સ્વાતંત્ર્ય સેનાની પેન્શન મળે છે, તે ખૂબ જ ઓછું છે અને તેનાથી જીવનનિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું છે.'

આ પણ વાંચો: BAOU Republic Day: Dr. BR Ambedkar Open University માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

Tags :
AnandFreedomFreedom FighterFreedom Fighter Pensionfreedom fighters of indiaGujaratGujaratFirstpension
Next Article