Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Balloon Carnival: દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે કિડ્સ બલૂન કાર્નિવલનું થયું આયોજન

Balloon Carnival: 2 થી 9 વર્ષના બાળકો માટે Balloonwala અને H3 પ્રી-સ્કૂલ દ્વારા ફ્રી ફોર રજીસ્ટ્રેશનનું આયોજન કરાયું હતું. 700 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન થયું. બલૂનવાલા અને (H3) એચ.થ્રી. પ્રી-સ્કૂલ દ્વારા શ્યામલ કેમ્પસ ખાતે કિડ્સ બલૂન લા..લા.. નામથી બલૂન Carnival નું...
balloon carnival  દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે કિડ્સ બલૂન કાર્નિવલનું થયું આયોજન

Balloon Carnival: 2 થી 9 વર્ષના બાળકો માટે Balloonwala અને H3 પ્રી-સ્કૂલ દ્વારા ફ્રી ફોર રજીસ્ટ્રેશનનું આયોજન કરાયું હતું. 700 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન થયું. બલૂનવાલા અને (H3) એચ.થ્રી. પ્રી-સ્કૂલ દ્વારા શ્યામલ કેમ્પસ ખાતે કિડ્સ બલૂન લા..લા.. નામથી બલૂન Carnival નું અદભૂત આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ ડોમમાં આ આયોજન કરાયું હતું.

Advertisement

  • 50 હજાર જેટલા બલૂનનો ઉપયોગ કરી ઈન્સ્ટોલેશન બનાવ્યા

  • આ આખું કેમ્પસ રંગબેરંગી બલૂનોથી ભરેલું જોવા મળ્યું

  • અંડર પ્રિવિલેજ બાળકો પગભર બને તે માટે ટ્રેનિંગ આપીએ

Carnival ના ઉદ્ઘાટન દરમિયાન (H3) એચ.થ્રી. પ્રી-સ્કૂલના CEO રીંકુ વ્યાસ તથા (H3) એચ.થ્રી. પ્રી-સ્કૂલ શ્યામલ અમદાવાદ કેમ્પસના ડિરેક્ટર પ્રીતિ અગ્રવાલ તથા ઓનર દર્શિલ ગુપ્તા તથા Balloonwala ના ફાઉન્ડર મિલન બોચીવાલ તથા Balloonwala કો-ફાઉન્ડર મેઘા સિકચી સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, Balloonwala Social Entrepreneur અંતર્ગત ટ્રેનિંગ લઈ રહેલા 30 જેટલા અંડર પ્રિવિલેજ બાળકોએ અંદાજે 50 હજાર જેટલા બલૂનનો ઉપયોગ કરીને બલૂનના અવનવા ઈન્સ્ટોલેશન બનાવ્યા હતા.

Balloonwala Social Entrepreneur

Advertisement

આ પણ વાંચો: ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘સમર સાયન્સ પ્રોગ્રામ-2024’નો પ્રારંભ

આ આખું કેમ્પસ રંગબેરંગી બલૂનોથી ભરેલું જોવા મળ્યું

જેમાં ખાસ કરીને Carnival માં સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર 30 ફૂટ બલૂન વૉલ, બાળકોની બલૂન પરેડ રહી હતી. આ ઉપરાંત બલૂન ફોટો બૂથ, 10 થી 12 પ્રકારના Balloon props, Balloon costume, Balloon Flower, Balloon Animal, Thrilling balloon games, Creative Balloon વગેરે જેવી આર્ટથી Carnival બલૂનમય બન્યો હતો. શહેરના 700 જેટલા બાળકોએ આ Carnival માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ Carnival ફ્રી ફોર ઓલ રહ્યો હતો જેમાં બાળકોએ તેમના પેરેન્ટ્સ સાથે Carnivalની મજા માણી હતી. આ આખું કેમ્પસ રંગબેરંગી Balloon થી ભરેલું જોવા મળ્યું હતું. બાળકો સાથે આવેલા પેરેન્ટ્સે ફોટો બૂથ તેમજ ક્રિએટીવ ઈન્સ્ટોલેશન પર ઉભા રહીને આ યાદગાર પળોને તેમના કેમેરામાં પણ કેપ્ચર કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Sabarkantha Madrasa: સાબરકાંઠા ડી.ઓ. એ ત્રણ તાલુકાઓમાં ચાલતી 06 મદ્રેસાઓની તપાસ શરૂ કરી

અંડર પ્રિવિલેજ બાળકો પગભર બને તે માટે ટ્રેનિંગ આપીએ

Balloonwala Social Entrepreneur

આ અંગે વધુમાં માહિતી આપતા Balloonwala ના ફાઉન્ડર મિલન બોચીવાલે કહ્યું હતું કે, "અમદાવાદએ એક્સપરીમેન્ટનું આખા દેશમાં હબ બની રહ્યું છે. અહીં Colour Carnival, ગોવો Carnival, Dance and Water Carnival સહીતના આયોજનો થયા છે. અમે પણ કંઈક બાળકોને ફન આપવાના હેતુસર બલૂન સાથે જોડીને કોઈ નવા જ પ્રકારની ઈવેન્ટ વેકેશન દરમિયાન કરવા માંગતા હતા. America, Europe માં બલૂનના મોટા Carnival થાય છે. ત્યારે અમદાવાદમાં આ Carnival કરવાનો વિચાર આવ્યો હતો અને એ ખૂબ સફળ થયો છે. જે માટે અમે અગાઉ ઘણા દિવસો સુધી તેની તૈયારી કરી હતી. ઈન્ડિયામાં પ્રથમ વખત અમે આ પ્રકારે બલૂન Carnival નું અલગ રીતે આયોજન કર્યું છે. અંડર પ્રિવિલેજ બાળકો પગભર બને તે માટે તેમને અમે ટ્રેનિંગ આપીએ છીએ. Under Privilege બાળકો જે શિખ્યા છે તેને પ્રેઝેન્ટ કરવાનું આ પ્લેટફોર્મ પણ સાબિત થયું છે. આગામી સમયમાં પણ આ જ પ્રકારે બલૂન Carnival નું આયોજન અમે બાળકો માટે કરતા રહીશું અને અમદાવાદને બલૂન Carnival ની પણ નવી ઓળખ અમે અપાવવાનો પ્રયત્ન કરીશું."

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Museum Day: તેજગઢમાં Museum of Voice ના આધારે લોકોને સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન અપાઈ રહ્યું

Tags :
Advertisement

.