Financial Company Fraud: ઉંચા વ્યાજદરે પૈસા પરત આપવાને બહાને કંપનીએ કુલ 7 કરોડનું કર્યું કૌભાંડ
Financial Company Fraud: ગુજરાતના વિવિધ રાજ્યમાં ફોરેન મની એક્સચેન્જના નામે કૌભાંડ કરતી કંપનીની CID ની ટીમે અમરેલીમાંથી પકડી પાડવામાં આવી છે. ફોરેન ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી કંપનીને રંગે હાથ ઝડપી પાડવામાં આવી છે. અમરેલીમાં CID ની ટીમે રાઈટ ગ્રુપ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની પર દરોડા પાડી એક આરોપીની ધરપકડ કરી હતી.
- અમરેલીમાંથી રોકાણ નામે કૌભાંડ કરતી કંપની પકડાઈ
- રોકાણકારોને ઓછા દરે વળતર મળતા ફરિયાદ નોંધાવી
- CID ની ટીમે કુલ 7 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો
મળતી માહિતી મુજબ, અમેરેલીમાં Right group Financial Limited કંપનીએ UK બેસ્ડ વેબસાઈટ ચાલુ કરી હતી. તે ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી કંપની મારફતે નોકરી આપવાની જાહેરતો આપવામાં આવતી હતી. જાહેરતોમાં પ્રસારિત કરવામાં આવેલું કે, આ કંપની ફોરકેસ ટ્રેડીંગ કરવાથી માસીક પત્રથી 7% વળતર જેટલું મળશે. તે ઉપરાંત અમેરેલી સિવાય અમદાવાદ, ભાવનગર, પંજાબ તથા દુબઈમાં ઓફીસો તૈયાર કરવામાં આવી હતી.
તેની સાથે કંપનીએ તેની વિવિધ ફર્મ Right Group, Right Arrow Trade House LLP અને Fin Trade Research And Technology તૈયાર કરી હતી. તેમાં અનેક કર્મચારીઓ પણ રાખવામાં આવ્યા હતા. કંપનીએ રોકાણકારોના નાણાં વિવિધ બેંકોમાં જુદી જુદી ફર્મના નામે જમા કરાવ્યા હતા. જોકે કંપની દ્વારા રોકાણકારો પાસેથી નાણાં આંગડીયા મારફતે મંગાવવામાં આવતા હતા.
રોકાણકારોને ઓછા દરે વળતર મળતા ફરિયાદ નોંધાવી
કંપનીએ શરૂઆતમાં રોકારણકારોને ઓછા વ્યાજદરે નાણાં ચૂકવી આપ્યા હતા. તેથી રોકાણકારો દ્વારા કંપની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં જણાવ્યું હતું કે, કંપનીએ ઉંચા વ્યાજે નાણાં ચૂકવવાની જગ્યા પર ઓછા નાણાં વળતર પેટે આપ્યા હતા. ત્યારે CID ની ટીમે તપાસ હાથ ધરી અમદાવાદ સહિતા વિવિધ જિલ્લાઓમાં ચાલતી Right group Financial Limited કંપની પર દરોડા પાડી કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તે ઉપરાંત બે આરોપીઓ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
બેંક ખાતાઓ સીઝ કરવામાં આવ્યા
CID ની ટીમે કુલ 7 કરોડ રૂપિયાની છેતરપિંડીને લઈ કંપની Right group Financial Limited સામે ગુનો દાખલ કર્યો છે. તે ઉપરાંત વિવિધ જિલ્લાઓની બેંકમાં ખોલવામાં આવેલા ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે. કંપનીમાં રોકાણ કરેલા લોકોને કંપનીની સંપતિની હરાજી કરીને નાણાં ચૂકવી આપવામાં આવશે.
આ પણ વાંચો: Surat crime: ઘરેલુ ગેસ બોટલમાંથી ભરાતી હતી અન્ય કંપનીની બોટલ