Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ગુજરાત ફર્સ્ટ'ના અહેવાલની ધારદાર અસર : યુવતીને માર મારવા મામલે બોરખડી ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ

'ગુજરાત ફર્સ્ટ'ના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી છે. તાપીમાં બોરખડી ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલા સરપંચ સામે પુત્રની પ્રેમિકાને માર મારવાના આરોપ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા સમગ્ર અહેવાલ રજૂ...
 ગુજરાત ફર્સ્ટ ના અહેવાલની ધારદાર અસર   યુવતીને માર મારવા મામલે બોરખડી ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ

'ગુજરાત ફર્સ્ટ'ના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી છે. તાપીમાં બોરખડી ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલા સરપંચ સામે પુત્રની પ્રેમિકાને માર મારવાના આરોપ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ બોરખડી ગામના મહિલા સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે.

Advertisement

તાપીના બોરખડી ગામમાં મહિલા સરપંચ સુનિતા ચૌધરીને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુનિતા ચૌધરી પર આરોપ છે કે તેમને પતિ અને અન્ય શખ્સો સાથે મળીને પુત્રની પ્રેમિકા અને વ્યારામાં રહેતી યુવતીને ઢોર માર માર્યો હતો. મહિલા સરપંચે યુવતીના વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો. આરોપ મુજબ, મહિલા સરપંચ, પતિ અને અન્ય શખ્સો યુવતીનું અપહરણ કરીને ખુશાલપુરા લઈ ગયા હતા અને પછી વાળ કાપીને ઢોર માર માર્યો હતો. આ મામલે વ્યારા પોલીસ સ્ટેશનમાં મહિલા સરપંચ, તેમના પતિ સહિત 4 સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Advertisement

આ મામલે યુવતીના પરિવારજનો, સગા-સંબંધીઓ અને સમાજના લોકોએ મહિલા સરપંચ વિરુદ્ધ જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારીને આવેદન પત્ર આપીને મહિલા સરપંચને પદ પરથી દૂર કરવા રજૂઆત પણ કરી હતી. 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા આ સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, હવે માહિતી મળી છે કે, આ વિવાદને પગલે બોરખડી ગામના મહિલા સરપંચ સુનિતા ચૌધરીને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યાં છે.

Advertisement

આ પણ વાંચો - BHARUCH : પત્રકાર તરીકેની ઓળખ આપી ઘરમાં ઘુસી પીડિતાની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરનાર 2 જેલ ભેગા

Tags :
Advertisement

.