Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Farmers Scheme News: ખેડૂતો માટે ખુશીના સમાચાર, હિતલક્ષી યોજનાનો લાભ લેવા થઈ જાઓ તૈયાર

Farmers Scheme News: આદિ-અનાદિ કાળથી ભારતે કૃષિ (Farming) પધ્રાન દેશ માનવામાં આવે છે. ત્યારે ભારતમાં સરકાર દ્વારા ધરતીપુત્ર ગણાતા ખેડૂતો (Farmers) અને તેમના ખેતરો (Farms) માટે અનેક સુવિધાઓ તૈયાર કરવામાં આવે છે. ત્યારે ભારતમાં હરિયાળી ક્રાંતીથી લઈ ખેતર ખેડે (Farming)...
06:45 PM Jun 13, 2024 IST | Aviraj Bagda
Farming, Farmers, Farms, ikhedut,

Farmers Scheme News: આદિ-અનાદિ કાળથી ભારતે કૃષિ (Farming) પધ્રાન દેશ માનવામાં આવે છે. ત્યારે ભારતમાં સરકાર દ્વારા ધરતીપુત્ર ગણાતા ખેડૂતો (Farmers) અને તેમના ખેતરો (Farms) માટે અનેક સુવિધાઓ તૈયાર કરવામાં આવે છે. ત્યારે ભારતમાં હરિયાળી ક્રાંતીથી લઈ ખેતર ખેડે (Farming) તેની જમીનને અમલમાં મૂકવામાં આવી છે. તે ઉપરાંત ભારતના તમામ ખેડૂતો (Farmers) માટે આઈ-ખેડૂત પોર્ટલ પણ તૈયાર કરાયું છે.

તો તાજેતરમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો (Farmers) માટે વધુ એક સુવિધા જાહેર કરવામાં આવી છે. તેના અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે. તે માટે ગુજરાત સરકારના કૃષિ (Farming) વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત (ikhedut) પોર્ટલને આગામી તા. 18 જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. આ સાત દિવસ દરમિયાન ખેડૂતો (Farmers) પાણીના ટાંકા, બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન ખરીદી પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવી શકે છે.

લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતો ઓનલાઈન અરજી કરવાની રહેશે

તો આ યોજનાનો લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતો (Farmers) એ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમ ખેતી નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે. વધુમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો (Farmers) ના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતો (Farmers) પણ આ યોજનાઓનો લાભ સરળતાથી અને ઘર આંગણે જ મેળવી શકે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલ (ikhedut) વિકસાવ્યું છે. ખેડૂતો (Farmers) વિવિધ યોજનાઓનો લાભ લેવા ઘર આંગણેથી જ આઈ-ખેડૂત (ikhedut) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો: Sikkim Massive Landslides: ઉત્તરી સિક્કીમમાં અવિરત વરસાદ વચ્ચે ભૂસ્ખલન, 1 વ્યક્તિનું મોત

Tags :
agricultureAgriculture MinisterAgriculture NewsFarmersFarmers SchemeFarmers Scheme NewsfarmingfarmsGujaratGujarat FirstIndia
Next Article