Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Farmer News: બટાકાનું વાવેતર કરતા ખેડુતોની હાલત કફોડી બની

Farmer News: બટાકાનું વાવેતર કરતા ખેડુતોની હાલત હાલ કફોડી બની છે. મોટા ભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડુતોને ભારે નુકસાન થઈ રહ્યુ હતુ. ત્યારે ખેડુતો અવાજ બની ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ પહોંચ્યું હતુ. ત્યારે અહેવાલની અસર બાદ ખેતી અધિકારીઓ...
11:52 PM Jan 16, 2024 IST | Aviraj Bagda
The condition of farmers who planted potatoes became dire

Farmer News: બટાકાનું વાવેતર કરતા ખેડુતોની હાલત હાલ કફોડી બની છે. મોટા ભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડુતોને ભારે નુકસાન થઈ રહ્યુ હતુ. ત્યારે ખેડુતો અવાજ બની ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ પહોંચ્યું હતુ. ત્યારે અહેવાલની અસર બાદ ખેતી અધિકારીઓ સ્થળ વિઝીટે પહોચ્યા હતા.

Farmer News

સાબરકાંઠામાં મોટા પ્રમાણ બટાકાના પાકમાં નુકસાન

સાબરકાંઠા જીલ્લામાં ૨૭ હજાર હેક્ટર કરતા વધુ બટાકાંનુ વાવેતર કરવામાં આવ્યુ છે. તેમા મોટા ભાગના ખેડુતોએ કોન્ટ્રાક્ટ ફાર્મીંગ દ્રારા ખેતી કરી રહ્યા છે. બટાકાંની ખેતી પાછળ એક વીઘા દીઠ ૫૦ થી ૫૫ હજારનો ખર્ચ થાય છે.

બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો

હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકાંના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે. જેને લઈને બટાકાંના પાન બગડી ગયા છે. ખેતર જાણે કે સુકાઈ ગયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો મુડિયા પણ કોવાઈ ગયા છે. ત્યારે ખેડુતો એ ગુજરાત ફર્સ્ટ ની ટીમનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર અહેવાલ ખેડુતોનો અવાજ બની રજુ કર્યો હતો.

Farmer News

ગુજરાત ફર્સ્ટ ની ટીમના અહેવાલ બાદ જ બાગાયત વિભાગ દ્રારા એડવાઈઝરી જાહેર કરાઈ હતી. એક ટીમ ખેડુતોના ખેતરો સુધી પહોચી હતી અને નિરીક્ષણ પણ કર્યુ હતુ. આમ તો સતત વાદળ છાયા વાતાવરણ અને સવારે બટાકાંના પાન પર ઝાકળ પડવાને લઈને આ સુકારો આવ્યો હોય તેવુ અનુમાન છે.

કૃષિ વિભાગ દ્વારા કારણ નિરિક્ષણ કરી કારણ મૂક્યું સામે

તો આ ઉપરાંત ફુગ જન્ય કોઈ રોગચાળો આવ્યો હોય તેવુ પણ એક અનુમાન છે. જેથી બાગાયત વિભાગે અહિંનું નિરિક્ષણ કરી યોગ્ય દવાનો છંટકાવ ઉપરાંત લેખિત અહેવાલ બનાવીને ઉચ્ચ કક્ષાએ મોકલવાની પણ બાહેધરી ખેડુતો ને આપી છે.

અહેવાલ  - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો: Kutch Dry Fruit: કચ્છી સુકા મેવા તરીકે ઓળખ ધરાવતી ખારેકને જીઆઈ-ટેગ

Tags :
BanaskanthafarmerfarmingGujaratGujaratFirstInsectsInsectsBitepotatoes
Next Article