Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

fake mark sheet scam : નકલી માર્કશીટના મસમોટા કૌભાંડમાં આરોપી ગૌરાંગ પટેલ મુક્ત! વાંચો વિગત

સુરતના (Surat) સિંગણપોર નકલી માર્કશીટ કૌભાંડ (fake mark sheet scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. આ કૌભાંડમાં ડભોલાના ગૌરાંગ પટેલની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ હતી. જો કે, આરોપી આગોતરા જામીન લઈ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે ધરપકડની પ્રક્રિયા પૂર્ણ...
12:17 PM May 15, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

સુરતના (Surat) સિંગણપોર નકલી માર્કશીટ કૌભાંડ (fake mark sheet scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. આ કૌભાંડમાં ડભોલાના ગૌરાંગ પટેલની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ હતી. જો કે, આરોપી આગોતરા જામીન લઈ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે ધરપકડની પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીને જામીન પર મુક્ત કર્યો હતો. આ કૌભાંડમાં વધુ તપાસ ચાલી રહી છે.

સુરતમાં બે મહિના પહેલા સિંગણપોર (Singanapore) પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને કતારગામના ઝીરકોન પલ્સ કોમ્પ્લેક્સમાંથી નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને નિલેશ સાવલિયા (Nilesh Savalia) નામના એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ મુજબ, નિલેશ યશ એજ્યુકેશન અને ડિવાઈન એકેડમી ચલાવતો હતો અને નકલી માર્કશીટનું કૌભાંડને અંજામ આપતો હતો. નિલેશના ઇશારે આસિફ જીવાણી (Asif Jiwani) અને શૈલેષ જેઠવાએ (Shailesh Jethwa) નકલી માર્કશીટ બનાવતા હતા. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી અગાઉ નિલેશ સાવલિયા, આસિફ જીવાણી અને શૈલેષ જેઠવાની ધરપકડ કરી હતી.

આરોપી પાંચ વર્ષ પહેલા ચલાવતો હતો કોમ્પ્યુટર ક્લાસ

ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચે ગૌરાંગ પટેલની (Gaurang Patel) ભૂમિકા સામે આવતા કાર્યવાહી કરી હતી અને ડભોલાથી ગૌરાંગની ધરપકડ કરાઈ હતી. જો કે, આ કેસમાં ગૌરાંગ પટેલે આગોતરા જામીન મેળવ્યા હતા અને પોલીસ સમક્ષ હાજર થયો હતો. ધરપકડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોલીસે આરોપીને જામીન પર મુક્ત કર્યો હતો. પોલીસ તપાસ મુજબ, આરોપી ગૌરાંગ 5 વર્ષ પહેલાં કોમ્પ્યુટર કલાસ ચલાવતો હતો અને નકલી સર્ટિફિકેટ (fake mark sheet scam) પોતાના ક્લાસમાં બનાવતો હોવાનું સામે આવ્યું હતું.

 

આ પણ વાંચો - Ahmedabad : કોઈ સરનામું પૂછે તો ચેતજો! બાઇકસવાર 3 ગઠિયા આધેડનો ફોન ચોરી ફરાર, ઘટના CCTV માં કેદ

આ પણ વાંચો - VADODARA : ભાજપના બે ધારાસભ્યોના બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યા

આ પણ વાંચો - Surat : Crime Branch ને મોટી સફળતા, મહારાષ્ટ્રથી ઝડપાયો આરોપી, PAK થી હથિયારોનો આપતો ઓર્ડર

Tags :
Anticipatory BailAsif JiwaniCrime BranchCrime NewsDabholaGaurang PatelGujarat FirstGujarati NewsKatargamNilesh SavaliaShailesh JethwaSinganapore fake mark sheet scamSuratSurat PoliceZircon Pulse Complex
Next Article