ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

EntranceExam : મેડીકલમાં પ્રવેશ માટે આજે UG-NEETની પરીક્ષા

Entrance Exam: રવિવારના રોજ મેડીકલમાં પ્રવેશ (Entrance Exam) માટે યુજી નીટની પરીક્ષા (NEET Exam) યોજાશે. આજે ગુજરાત સહિત દેશભરમાં મેડિકલ-ડેન્ટલ સહિતના 5 કોર્સમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાશે.છે. દેશભરમાં 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જેમાંથી ગુજરાતમાં 80  હજારથી વધુ...
09:46 AM May 05, 2024 IST | Hiren Dave
Entrance Exam

Entrance Exam: રવિવારના રોજ મેડીકલમાં પ્રવેશ (Entrance Exam) માટે યુજી નીટની પરીક્ષા (NEET Exam) યોજાશે. આજે ગુજરાત સહિત દેશભરમાં મેડિકલ-ડેન્ટલ સહિતના 5 કોર્સમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાશે.છે. દેશભરમાં 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જેમાંથી ગુજરાતમાં 80  હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. દેશભરમાં કુલ 557 શહેરોમાં પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં અંદાજે 1 લાખ બેઠકો પર પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે

 

 

દેશભરમાં કુલ 557 શહેરોમાં લેવાશે પરીક્ષા

મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ UG (NEET UG) પરીક્ષા 5 મેના રોજ દેશભરમાં લેવાશે. જેમાં દેશભરના 571 શહેરોમાં પેન પેપર મોડમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ભારત બહારના 14 શહેરોમાં ઑફલાઇન મોડમાં પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની 706 મેડિકલ, 323 BDS સહિતની કોલેજોમાં 2.10 લાખથી વધુ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ગુજરાતના 80,000 સહિત દેશભરમાંથી 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત NEET UG પરીક્ષામાં બેસશે. જેમાં અમદાવાદ  સહિત  રાજ્યના 31 સ્થળે પર પરીક્ષા  યોજાશે.

 

આ પરીક્ષા આપનાર વિધાર્થીનું જાતિગત સમીકરણ

કુલ 23 લાખ માથી 10 લાખ કરતા વધુ OBC કેટેગરીના વિધાર્થી પરીક્ષા આપવાના છે. તો 6 લાખ કરતાં વધુ જનરલ કેટેગરીના વિધાર્થી પરીક્ષામાં સ્થાન લેશે. 3.5 લાખ જેવા અનુસુચિત જનજાતિ (SC) કેટેગરીના વિધાર્થી મૂલ્યાંકનમાં ભાગ લેવાના છે. 1.3 લાખ GEN/EWS કેટેગરીના વિધાર્થી અને 1.5 લાખ જેવા ST કેટેગરીના વિધાર્થી પોતના ભવિષ્ય માટે તકો ખોલવા માટે પરીક્ષા આપવાના છે. NEET પાસ કર્યા પછી દેશની કોઈ પણ કોલેજમાં અભ્યાસ માટે તમે પ્રવેશ મેળવી શકો છો, જેમકે MBBS, BDS, BAMS, BHMS, BUMS અને અન્ય વિવિધ અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકાય છે. આ ઉપરાંત, મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) માટેના ઉમેદવારો પણ NEET UG પરીક્ષાના માર્ક્સ દ્વારા આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ હોસ્પિટલના B.Sc નર્સિંગ કોર્સમાં પ્રવેશ લઈ શકે છે.

 

બપોરે 1.30 વાગ્યા બાદ પ્રવેશ નહીં

NEET પ્રવેશ પરીક્ષાનો સમય બપોરે 2 થી 5.20 સુધીનો રહેશે. જે માટે વિદ્યાર્થીઓએ 1.30 સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડશે. બપોરે 1.30 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.કોઈપણ પરિક્ષાર્થીને એડમિટ કાર્ડ, સેલ્ફ ડિક્લેરેશન, ફોટો આઈડી પ્રૂફ તથા હોલ ટિકિટ વગર પ્રવેશ આપવામાં આવશે નહી.જો કોઈ પણ પરિક્ષાર્થી સાંસ્ક્રુતિક પારંપારિક કપડાં કે પછી ધર્મને લગતી કઈ પણ વસ્તુ પહેરેલી હશેતો તો તેમણે કેન્દ્રને 12.30 વાગ્યા પહેલા જાણ કરવાની રહશે. અન્ય વસ્તુ પહેરેલી હશેને જાણ નહીં કરેતો પ્રવેશ મળશે નહીં.

આ પણ  વાંચો- ચૂંટણી પંચની મોટી કાર્યવાહી! ઓખલામાં BMW કારમાંથી રૂ. 2 કરોડની રોકડ જપ્ત, બેની અટકાયત

આ પણ  વાંચો- Update : Jammu and Kashmir માં એરફોર્સના વાહન પર આતંકી હુમલામાં એક જવાન શહિદ, ચાર ઘાયલ

આ પણ  વાંચો- દુષ્કર્મ કેસના આરોપમાં Revanna ની પોલીસે કરી અટકાયત

Tags :
EntranceExamGujarat NewsMEDICALNEETneet 2024neet exam 2024NEET UG 2024
Next Article