ElectionsResults : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા લાખો મત, આંકડો જાણી ચોંકી જશો!
ElectionsResults : ગુજરાતની (Gujarat) 25 લોકસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. ત્યારે ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠકની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ (Amit Shah) 5.88 લાખની જંગી લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે. અમિત શાહની જીત લગભગ નિશ્ચિત છે. તેમની સામે કોંગ્રેસ (Congress) ઉમેદવાર તરીકે સોનલબેન પટેલ (SONAL PATEL) ચૂંટણી મેદાને હતા.
અમિત શાહને મળ્યાં જંગી 7.46 લાખ વોટ
જણાવી દઈએ કે, આ લખાય ત્યાં સુધી ગાંઘીનગર લોકસભા બેઠક પર મતગણતરીના મોટાભાગના રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) 5.88 લાખની જંગી લીડથી આગળ છે. આથી, અમિત શાહની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. અમિત શાહને 7,46,826 વોટ મળ્યા છે જ્યારે સોનલબેન પટેલને 1,57,941 મળ્યા છે. જો કે, હાલ પણ મતગણતરી ચાલી રહી છે. પરતું, ઉલટફેર થવાની શક્યતાઓ ઓછી છે.
આ પણ વાંચો - ElectionsResults : આજે ‘ફાઇનલ ડે’… સૌથી લોકપ્રિય ભરૂચ અને બનાસકાંઠા બેઠક પર આવી છે મતગણતરીની ખાસ તૈયારીઓ
આ પણ વાંચો - ElectionsResults : અહીં BJP ની જીત પાક્કી! આ ઉમેદવારો પહેરશે જીતનો તાજ!
આ પણ વાંચો - Gujarat ElectionsResults : ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભારી મતોથી વિજય