Election : અમદાવાદમાં યોજાયું સહકાર સંમેલન, CM અને CRપાટીલે PMમોદીના કર્યા વખાણ, કહી આ વાત
Election : લોકસભા ચૂંટણી(loksabhaelection)પહેલાં ભાજપની તડામાર તૈયારીઓ તેજ થઈ છે.ત્યારે અમદાવાદમાં સહકાર સંમેલનનું આયોજન કરાયું હતું. સહકાર સમૃદ્ધિ સૂત્ર સાથે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendrapatel)અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR PATIL) સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષએ સંબોધન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સહકારીતા શબ્દ ખરા અર્થમાં સાર્થક આપણા પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સહકારીતા શબ્દ ખરા અર્થમાં સાર્થક આપણા પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાત બે રીતે આગળ રહ્યું છે. જ્યારે અસહકારીતા આંદોલન કરવાનું હતું ત્યારે ગુજરાત આગળ હતું અને અત્યારે સહકારીતા આંદોલનમાં પણ ગુજરાત મોખરે છે. તેમણે કહ્યું કે, તે વખતે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડી ગુજરાતની હતી અને આજે પણ નરેન્દ્ર મોદીજી અને અમિત શાહની જોડી છે.
'સહકારીતા માટે સારૂ વાતાવરણ ઉભું થઈ ગયું છે'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણા બધા માટે સહકારીતા માટે સારૂ વાતાવરણ ઉભું થઈ જ ગયું છે. ઈલેક્શન આવે અને જાય પરંતુ આ વખતે પહેલી વાર એવો માહોલ બન્યો છે કે, ક્લેરિટી સાથે નરેન્દ્ર મોદીને આ વખતે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા છે. તેમણે કહ્યું કે, હું તેલંગાણા ગયો હતો ત્યાં પણ નરેન્દ્ર મોદીના નામનો જુસ્સો છે અને ત્યાં પણ મોદી મોદી થાય છે, આજે દેશમાં નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર સંપૂર્ણ વિશ્વાસ છે
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું કે જ્યારે હું અધ્યક્ષ બન્યો ત્યારે મારી સામે ચેલેન્જ હતી ત્યારે મોટા સાહેબે કિધુ કે સહકારમા સરખુ કામ થતુ નથી ત્યારે એ કામમા મે રસ લીધો હતો.અને પછી અમે મેનડેટ આપવાનુ શરૂ કર્યુ હતું. જેથી ચૂંટણી સમયએ ભાજપના જુથ પડતા હતા તે બંધ થયા .ત્યારે કો.બેન્ક એપીએમસીની તમામ ભાજપ પાસે છે આ બધુ કર્યા પછી પણ મોટા સાહેબએ ઠપકો આપ્યો હતો.જીતો એ સારી વાત છે પણ વહિવટ સારો કરો ખોટમા ચાલતી સહકારીતાને વેગ આપો ત્યારે આપ સૌના સહકારથી એ પણ સારથક થયુ છે.
સીઆર પાટીલે PM મોદીના કર્યા વખાણ
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે PM મોદીના વખાણ કરતાં જણાવ્યું કે અત્યાર સુધિ જે પણ PM બન્યા તે સંગઠનની પસંદગીથી PM બન્યા હતા. એક માત્ર નરેન્દ્ર મોદીએ 2014 કહ્યુ હતુ કે,હું PMપદનો દાવેદાર છું. આ જાહેરાત બાદ તેઓ PM બન્યા ને અત્યાર સુધિ PMછે
સીઆર પાટીલની અપીલ
વેપારીઓએ મતદાન કરનારને ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે સહકાર ક્ષેત્રમાં મતદાનના દિવસે જે મહિલાઓ મતદાન કરીને આવે તેમને વધારો આપવામાં આવશે .નીતિનભાઈ પટેલના સૂચનને સી આર પાટીલે સહકારના આગેવાનોને અમલી બનાવવા અપીલ કરી હતી.
આ પણ વાંચો - Kshatriya Karni Sena : નવા અધ્યક્ષે રાહુલ ગાંધી વિવાદ અને સંકલન સમિતિને લઈ કહી આ વાત!
આ પણ વાંચો - Kshatriya Samaj : સુરેન્દ્રનગર અને આણંદમાં ક્ષત્રિય મહિલાઓએ પારણા કરતાં ઉપવાસ આંદોલન પૂર્ણ
આ પણ વાંચો - Ahmedabad : રાજ્યમાં પ્રથમ વખત એક જ સંસ્થાનાં 8 વિદ્યાર્થી UPSC માં થયા પાસ, CM એ સન્માન કરી કહી આ વાત!