ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Education Mafia : શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલની તોડબાજીનો વધુ એક કિસ્સો, રાજકોટમાં પણ ફરિયાદ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શાળા સંચાલકો પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતા તોડબાજ અને શિક્ષણ માફિયા (Education Mafia) મહેન્દ્ર પટેલની (Mahendra Patel) ગઈકાલે ધરપકડ કરી હતી. CID ક્રાઇમે આરોપી મહેન્દ્ર પટેલને જજ સામે રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દરમિયાન શિક્ષણ...
12:01 PM Jan 29, 2024 IST | Vipul Sen

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શાળા સંચાલકો પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતા તોડબાજ અને શિક્ષણ માફિયા (Education Mafia) મહેન્દ્ર પટેલની (Mahendra Patel) ગઈકાલે ધરપકડ કરી હતી. CID ક્રાઇમે આરોપી મહેન્દ્ર પટેલને જજ સામે રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દરમિયાન શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલની તોડબાજીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, થોડા વર્ષો પહેલા શિક્ષણ માફિયા (Education Mafia) મહેન્દ્ર પટેલ (Mahendra Patel) વિરુદ્ધ રાજકોટમાં ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટની (Rajkot) એક શાળામાં મહેન્દ્ર પટેલ લાલ લાઈટવાળી ગાડી લઈને તોડ કરવા પહોંચ્યો હતો. સંચાલકને શાળામાં ગેરરીતિ થવાની અને પગલાઓ લેવાની ધમકી આપી હતી. જો કે, શાળાના ટ્રસ્ટીએ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ કરતા ગુનો નોંધાવ્યો હતો.

આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

જણાવી દઈએ કે, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે (CID Crime) ગઈકાલે આરોપીને જજ સામે રજૂ કર્યો હતો અને 10 રિમાન્ડની માગ કરી હતી. જો કે, નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી મહેન્દ્ર પટેલના 2 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. આરોપ છે કે મહેન્દ્ર પટેલે (Mahendra Patel) દક્ષિણ ગુજરાતના એક સ્કૂલ સંચાલક પાસેથી 66 લાખનો તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેની ધરપકડ કરાઈ હતી.

 

આ પણ વાંચો - Harani Lake Tragedy : આજે HC માં સુનાવણી, તપાસમાં મોટો ખુલાસો, આરોપી પરેશ શાહ નીકળ્યો ચીટર!

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CID CrimeEducation MafiaGujarat FirstGujarati NewsMahendra PatelRAJKOTSouth Gujarat
Next Article