ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dwarka : યાત્રાધામ દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદીમાં ધ્વજ વંદન

યાત્રાધામ દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદીમાં ભડકેશ્વર ગ્રુપ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. આજ 15 મી ઓગસ્ટના ભારત ભરમાં ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો છે. ત્યારે માં ગોમતી નદીના 15મી ઓગસ્ટનો ઉત્સવ ઉજવાયો છે. ગોમતી નદી અંદર રાષ્ટ્રગીત ગાઇ...
02:19 PM Aug 15, 2023 IST | Hiren Dave

યાત્રાધામ દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદીમાં ભડકેશ્વર ગ્રુપ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. આજ 15 મી ઓગસ્ટના ભારત ભરમાં ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો છે. ત્યારે માં ગોમતી નદીના 15મી ઓગસ્ટનો ઉત્સવ ઉજવાયો છે.

ગોમતી નદી અંદર રાષ્ટ્રગીત ગાઇ બોટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો

ભડકેશ્વર ગ્રુપ આજ ઈતિહાસમાં પ્રથમ વખત ગોમતી નદી અંદર રાષ્ટ્રગીત ગાઇ બોટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. પવિત્ર ગોમતી નદીમાં હજારોની સંખ્યા ભક્તો સ્નાન કરી રહ્યા છે તે આજ ધ્વજવંદન જોઇ ભાવુક થયા હતા. ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાન દ્વારકાધીશને આંગણે ભડકેશ્વર ગ્રુપ દ્વારા ગોમતી નદીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું છે.

પવિત્ર ગોમતી નદીમાં અલગ જ રીતે તિરંગો લેહરાવ્યો હતો

દેશ આઝાદીના 77 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આજે દેશભરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દ્વારકા ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારાકની પવિત્ર ગોમતી નદીની અંદર ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન થયું હતું. દ્વારકાના  ભડકેશ્વર ગ્રુપ તરફથી નદીમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. હાલ આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મુહિમ ચલાવવામાં આવી રહી છે. આ પ્રસંગે દ્વારકાના લોકોએ પવિત્ર ગોમતી નદીમાં અલગ જ રીતે તિરંગો લેહરાવ્યો હતો.

આ  પણ  વાંચો-INDEPENDENCE DAY 2023 : પોરબંદરમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભગરૂપે સમુદ્રમાં ધ્વજ વંદન

 

Tags :
15thAugustBhadkeshwar GroupDwarkaflag saluteGomti RiverHarGharTirangaIndependenceDay2023indianarmyJaiHindTirangaYatra
Next Article