Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Double Decker Bus : અમદાવાદીઓ આનંદો, આજથી આ રૂટ પર દોડશે પહેલી આધુનિક ડબલ ડેકર બસ

અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. શહેરના નાગરિકોને હવે AC EV ડબલ ડેકર બસની ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદના રસ્તાઓ પર ફરી એકવાર ડબલ ડેકર બસ (Double Decker Bus) દોડવા જઈ રહી છે. આજથી પ્રથમ ડબલ ડેકર બસ વાસણાથી સારથી...
09:57 AM Feb 03, 2024 IST | Vipul Sen

અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. શહેરના નાગરિકોને હવે AC EV ડબલ ડેકર બસની ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદના રસ્તાઓ પર ફરી એકવાર ડબલ ડેકર બસ (Double Decker Bus) દોડવા જઈ રહી છે. આજથી પ્રથમ ડબલ ડેકર બસ વાસણાથી સારથી બંગલોના રૂટ પર દોડશે. આ બસ અત્યાધુનિક સુવિધાઓથી સજજ છે.

જણાવી દઈએ કે, શહેરમાં કુલ 7 ડબલ ડેકર બસની (Double Decker Bus) સેવા શહેરીજનોને મળશે. જે પૈકી પહેલી બસ આજથી શરૂ થશે. પહેલી ડબલ ડેકર બસ વાસણા ટર્મિનલથી ( Vasana) સારથી બંગલોના રૂટ પર દોડશે. જમાલપુર ડેપોથી મેયર પ્રતિભા જૈન (Pratibha Jain) દ્વારા આ બસને લીલી ઝંડી બતાવવામાં આવશે. માહિતી મુજબ, એક ટ્રીપમાં 60 જેટલા મુસાફરો બસમાં મુસાફરી કરી શકશે. લગભગ 32 વર્ષ બાદ AMTS માં ફરી ડબલ ડેકર બસનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા અને નાગરિકો સરકારી ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરે તે હેતુથી AMTS ના કાફલામાં લગભગ ત્રણ દાયકા બાદ ડબલ ડેકર બસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

AMTS ના કાફલામાં 7 ડબલ ડેકર બસનો સમાવેશ

માહિતી મુજબ, એએમટીએસએ (AMTS) તેના કાફલામાં હાલ 7 ડબલ ડેકર બસનો (Double Decker Bus) સમાવેશ કર્યો છે. ત્યારે પહેલી બસ સૌથી વધુ પેસેન્જર મળી રહે તેવા રૂટ પર શરૂ કરવામાં આવી રહી છે. આજથી વાસણા ટર્મિનલથી સારથી બંગલોના રૂટ પર પહેલી ડબલ ડેકર બસ દોડશે. આ ડબલ ડેકર બસ અત્યાધુનિક સુવિધાઓથી સજજ છે. બસમાં એસી, સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી જેવી સુવિધાઓ છે. આ બસ ઇલેક્ટ્રિક છે. જો કે, ભાડા અંગે હાલ માહિતી સામે આવી નથી. એએમટીએસ તબક્કાવાર રીતે અન્ય રૂટ પર ડબલ ડેકર બસની સેવા શરૂ કરશે.

આ પણ વાંચો - Reshma Patel : AAP નેતા રેશમા પટેલની અટકાયત, ભૂપત ભાયાણી પર જૂતા ફેંકવાનો હતો પ્લાન

Tags :
AC EV Double Decker BusesAhmedabadAMTSGujarat FirstGujarati NewsPratibha JainSarathi Banglavasana
Next Article