Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DOUBLE DECKER BUS : સોમવારથી શહેરમાં વધુ 3 ડબલ ડેકર બસ દોડતી થશે, આ વિસ્તારના લોકોને ફાયદો

અમદાવાદીઓેને વર્ષો બાદ ડબલ ડેકર બસની સેવા AMTS દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. અગાઉ AMTS દ્વારા 4 ડબલ ડેકર AC બસની (DOUBLE DECKER BUS) સેવા શરૂ કરાઈ હતી, ત્યારે હવે વધુ 3 ડબલ ડેકર એસી બસ શહેરના માર્ગો પર...
double decker bus   સોમવારથી શહેરમાં વધુ 3 ડબલ ડેકર બસ દોડતી થશે  આ વિસ્તારના લોકોને ફાયદો

અમદાવાદીઓેને વર્ષો બાદ ડબલ ડેકર બસની સેવા AMTS દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. અગાઉ AMTS દ્વારા 4 ડબલ ડેકર AC બસની (DOUBLE DECKER BUS) સેવા શરૂ કરાઈ હતી, ત્યારે હવે વધુ 3 ડબલ ડેકર એસી બસ શહેરના માર્ગો પર દોડતી જોવા મળશે. સોમવારથી વધુ ત્રણ ડબલ ડેકર બસની સેવા મુસાફરોને મળશે. અગાઉ, લાલ દરવાજાથી (Lal Darwaza) શીલજ, વાસણાથી ચાંદખેડા, સારંગપુરથી સિંગરવા ગામ અને નરોડાથી લાંભા સુધી એમ 4 રૂટ પર ડબલ ડેકર AC બસ સેવા શરૂ કરવામાં આવી હતી.

Advertisement

આ રૂટ પર દોડશે નવી બસો

મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરીજનોની સેવા માટે વધુ 3 ડબલ ડેકર બસની સેવા શરૂ કરવામાં આવશે. આ બસો રૂટ નંબર 151 લાલ દરવાજા ટર્મિનલથી વકીલ બ્રિજ બોપલ (Bopal), રૂટ નંબર 13/1 ઇસનપુરથી રાણીપ (Ranip) અને રૂટ નંબર 142 વસ્ત્રાલ ગામથી લાલ દરવાજાના રૂટ પર દોડશે. આ સાથે સોમવારથી શહેરમાં કુલ 7 ડબલ ડેકર AC બસ દોડશે.

ત્રણ દાયકા બાદ ડબલ ડેકર બસનો સમાવેશ

જણાવી દઈએ કે, લગભગ 32 વર્ષ બાદ AMTS માં ફરી ડબલ ડેકર બસનો (DOUBLE DECKER BUS) સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા શરૂ થયેલ ચાર ડબલ ડેકર એસી બસ લાલ દરવાજાથી શીલજ (Sheelaj), વાસણાથી ચાંદખેડા (Chandkheda), સારંગપુરથી સિંગરવા ગામ અને નરોડાથી (Naroda) લાંભા સુધીના રૂટ પર શરૂ કરવામાં આવી હતી. શહેરની ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા અને નાગરિકો સરકારી ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરે તે હેતુથી AMTS ના કાફલામાં લગભગ ત્રણ દાયકા બાદ ડબલ ડેકર બસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : રતનપોળના સોનાના વેપારીનો કારીગર 1.30 કરોડનું સોનું લઇ ભાગી ગયો

Advertisement

આ પણ વાંચો - AHMEDABAD : શું શહેરમાં પરકોલેટીંગ વેલ યોજનામાં તંત્ર નિષ્ફળ ગયું?

આ પણ વાંચો - AHMEDABAD: ગરમી વધતા ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય,100 જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરે રહેશે બંધ

Tags :
Advertisement

.